ગુજરાતના સાબરકાંઠામાં સાબર ડેરી સેન્ટરની બહાર વિરોધ કરી રહેલા પશુપાલકો પર લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગ માટે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, ગુજરાતના પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી અને અન્ય નેતાઓએ આ કાર્યવાહીને ભાજપ સરકારની તાનાશાહીભરી કાર્યવાહી ગણાવી છે.
તેમણે પશુપાલકના મૃત્યુને ખૂબ જ દુઃખદ ગણાવ્યું.આપ ગુજરાતના વરિષ્ઠ નેતાઓએ મૃતક પશુપાલકના પરિવારને મળ્યા અને તેમને સાંત્વના આપી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ સરકારે ગુજરાતની સાબર ડેરીની બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા પશુપાલકો પર લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરીને બર્બરતાની બધી હદો પાર કરી દીધી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ડેરીના નફામાં હિસ્સો માંગવો ગુનો નથી. એક ડેરી ખેડૂતનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમના આત્માને શાંતિ મળે. ગુજરાતના લોકો ભાજપની આ તાનાશાહીનો ચોક્કસ જવાબ આપશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે ગુજરાતની સાબર કાંઠા ડેરીની બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા પશુપાલકો પર લાઠીચાર્જ અને ટીયરગેસ છોડવો એ બધી હદો ઓળંગી જાય તેવી ક્રિયા છે. નફામાં હિસ્સો માંગવો એ ગુનો નથી. લાઠીચાર્જમાં ખેડૂતનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. ગુજરાતના લોકો આ તાનાશાહીનો જવાબ આપશે.
આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ પીડિત પરિવારોને મળ્યા અને તેમને સાંત્વના આપી. આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે પશુપાલકો તેમના હકો માંગવા ગયા ત્યારે આ ઘમંડી સરકારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાવ્યો, જેમાં એક પશુપાલકનું મોત થયું. પશુપાલકો કારણ વગરના નથી. અમે એક છીએ.