સાબરકાંઠાના ઈડરમાં ૧૫ વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર મચી છે. તપાસમાં સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મની હકીકત સામે આવી હતી.વધુ તપાસમાં ૧ વર્ષ અગાઉ યુવકે સગીરાને ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વધુ એક યુવકે સગીરાને ધમકી આપી કર્યું દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાને વારંવાર ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. દુષ્કર્મના પગલે બન્ને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
તપાસમાં દર્શન સુતરીયા તેમજ હરપાલસિંહ રાઠોડ નામના શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સગીરાની માતાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ નોંધાવી હતી. બંને યુવકો સામે પોક્સો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.