ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું.. આ પરિક્ષામાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના બે જાડીયા ભાઇઓનું પરિણામ એક સરખુજ આવ્યું છે. બન્ને ભાઇઓને સરખા ટકા આવ્યા છે.. આ બન્ને ભાઇઓના નામ છે જીત રાવળ અને જીલ રાવળ, બન્ને ભાઇઓને ૫૨ ટકા આવ્યા છે..
મોટાભાઇ જીત રાવળને ૫૫૪ માર્ક સાથે ૯૨.૩૩ ટકા છે. જ્યારે નાનાભાઇ જીલ રાવળને ૫૫૨ માર્કસ સાથે ૯૨ ટકા આવ્યા છે. બન્ને ભાઇઓ એ૧ ગ્રેડ સાથે પાસ થયા છે. બન્ને ભાઇઓની ઇચ્છા આગળ જઇને સોફટવેર એન્જનિયર બનવાની છે.
આ બન્ને ભાઇઓ સાથે ખાસ વાતીચીત કરી હતી, જે દરમ્યાન તેમણે તેમની સફળતાનો શ્રેય સ્કૂલના શિક્ષકોને આપ્યો. તેમણે કહ્યું કે વગર ટ્યૂશને જા અમે આટલું સારુ પરિણામ મેળવી શકયા હોય તો તેનું કારણ અમારી સ્કૂલના શિક્ષકો જ છે.