કમોસમી વરસાદને પગલે ધારાસભ્ય અંબરીશ ડેરે જાફરાબાદ બંદરની મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી કમોસમી વરસાદથી સાગર ખેડૂ તથા જમીન ખેડૂને થયેલ નુકસાનીનો  સર્વે કરી યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી.
ધારાસભ્ય ડેરે જણાવ્યું હતું કે, સાગર ખેડૂ અને જમીન ખેડૂને વારંવાર મુસીબતોનો સામનો કરવો પડે છે. વારંવાર સૂકી મચ્છી જેવી કે મોમ્બે ડક તેમજ અન્ય મચ્છી વરસાદના કારણે ખરાબ થઇ જાય છે. જેનું તેમને કોઇપણ વળતર આપવામાં આવતું નથી. સરકારને વળતર અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં સહાય ચૂકવવામાં આવતી નથી.