સાઉથના સુપરસ્ટાર અને રેસર અજિત કુમારની કાર ઇટાલીમાં એક રેસમાં અકસ્માતગ્રસ્ત થઈ ગઈ. તે અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયો. આ અકસ્માત જીટી૪ યુરોપિયન સિરીઝ રેસ દરમિયાન થયો હતો. શ્રેણીના બીજા રાઉન્ડમાં મિસાનો ટ્રેક પર અકસ્માતમાં તે માંડ બચી ગયો. જા કે, તમિલ સ્ટારે અકસ્માત પછી ટ્રેક પરથી કાટમાળ સાફ કરવામાં મદદ કરી. આ માટે તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

જીટી૪ યુરોપિયન સિરીઝના સત્તાવાર ઠ પેજ પર અકસ્માત પછી અજિતની કારનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. તે ટ્રેક પર પાર્ક કરેલી કાર સાથે અથડાઈ ગયો હતો, પરંતુ તેને કોઈ ઈજા થઈ નથી. વીડિયો પોસ્ટ કરતી વખતે, પોસ્ટમાં લખ્યું હતું કે ‘નુકસાન સાથે રેસમાંથી બહાર, પણ સફાઈમાં મદદ કરવા માટે હજુ પણ ખુશ છું. આનાથી ખુશ છું. અજિત કુમારને સંપૂર્ણ માન.’ વીડિયોમાં, અજિત તેની કારની નજીક ઊભો રહીને કાટમાળનું નિરીક્ષણ કરતો જાઈ શકાય છે.

પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે કહ્યું, ‘અજીત કુમાર કારમાંથી બહાર છે, રેસમાંથી બહાર છે. ખરેખર આ વર્ષે અમે તેને પહેલીવાર આટલું મોટું નુકસાન સહન કરતા જાયો છે.’ અજિતે રેસ ટ્રેક પરથી કાટમાળ સાફ કરવામાં મદદ કરી. આ પર, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું ‘કારણ કે તે એક સારો છોકરો છે, તે સફાઈમાં મદદ કરે છે. મોટાભાગના ડ્રાઇવરો આવું કરતા નથી.’

અજિતે સૌપ્રથમ ૨૦૦૩ માં ફોર્મ્યુલા બીએમડબ્લ્યુ એશિયા સાથે રેસિંગમાં પગ મૂકયો અને ૨૦૧૦ માં ફોર્મ્યુલા ૨ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો. તેણે બ્રેક લીધો અને આ વર્ષે ૨૪એચ શ્રેણી સાથે પાછો ફર્યો. અજિત કુમાર આ વર્ષે સાઉથ ફિલ્મ ‘ગુડ બેડ અગ્લી’માં જાવા મળ્યો હતો. ફિલ્મે સારો દેખાવ કર્યો.