શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, તરવડાના ૫૨ વિદ્યાર્થીઓએ તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સમૂહ ગીત, લોકગીત, પ્રભાતિયા, ધોળ, લોકવાદ્ય, મરશિયા, લગ્નગીત, વાંસળી, હાર્મોનિયમ, દુહા-છંદ, ભજન, લોકવાર્તા, રાસ વગેરે તમામ કૃતિઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ગુરુકુળનું ગૌરવ વધાર્યું હતું. આ સિદ્ધિ બદલ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીએ તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતા.







































