લાઠી તાલુકાના જરખીયા ગામે સાંસદ ભરતભાઈ સુતરીયાના પિતા મનુભાઈ સુતરીયાનું દુઃખદ અવસાન થતા સદ્ગત મનુભાઈ સુતરીયાનું બેસણું તા.૭ને સોમવારના રોજ રાખવામાં આવ્યુ હતું. સાંસદ ભરતભાઈ સુતરીયાના પિતાના બેસણામાં વિવિધ પક્ષના રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ સેવાકીય આગેવાનો હાજર રહ્યાં હતા. સ્વ.મનુભાઈ સુતરીયાને તમામ સમાજના આગેવાનોએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.