દેશ આ ૧૫મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ ખાસ અવસર પર ‘હર ઘર તિરંગા’ અભિયાનની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે, દેશભરના ઘણા રાજ્યોમાંથી સ્થાનિક લોકો ત્રિરંગા યાત્રા કાઢી રહ્યા છે. જેમાં સ્થાનિક લોકો ઉપરાંત વિવિધ સરકારી વિભાગો પણ ભાગ લઈ રહ્યા છે. આજે એટલે કે ૩ ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જાશી અને પીયૂષ ગોયલ સાથે લાલ કિલ્લા પરથી સાંસદો માટે ત્રિરંગા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી. આ રેલીનું વિજય ચોક ખાતે રેલીનું સમાપન થયું હતું
આ રેલીનું આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં ઘણા સાંસદોએ ભાગ લીધો હતો કેન્દ્રીય મંત્રીઓ પણ આ રેલીમાં જાડાયા હતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સ્કુટી ચલાવીને રેલીમાં સામેલ થયા હતાં દેશના તમામ લોકોને ૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ વચ્ચે દરેક ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ પણ કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત ૨૦ કરોડ ત્રિરંગો ફરકાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપ સંસદીય દળની બેઠકમાં ડીપી પર રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લગાવવા બદલ લોકોની પ્રશંસા કરી છે.
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની ૭૫મી વર્ષગાંઠ એટલે વિચારના ૭૫ વર્ષ, સિદ્ધિઓના ૭૫ વર્ષ, કાર્યના ૭૫ વર્ષ અને સંકલ્પના ૭૫ વર્ષ. જેઓ સ્વતંત્ર ભારતના સપનાને સાકાર કરવા આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. તેનો હેતુ દેશના લોકો સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરે તેવો છે. આઝાદીના અમૃત મહોત્સવની સત્તાવાર મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી કરવામાં આવી હતી.