તહેવાર સમયે સોનાના ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી છે. ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ છે. વૈશ્વિક બજારમાં ઉદ્ભવેલી સ્થિતિને કારણે સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે છે. તહેવાર ટાણે લોકોએ આ સ્થિતિને કારણે ખરીદી પણ ઓછી કરી દીધી છે. એક દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર છે તેમજ જન્માષ્ટમીનો તહેવાર પણ નજીક છે તેમ છતાં શો-રૂમમાં ગ્રાહકો દેખાતા નથી.
તહેવાર પહેલા જ્વેલરી શો-રૂમમાં ગ્રાહકો મોટી સંખ્યામાં સોનું ખરીદવા જાવા મળતા હોય છે, પરંતુ આ વખતે ગ્રાહકો નહિવત પ્રમાણમાં દેખાતા વેપારીઓની ચિંતા વધી છે. સોનામાં રેકોર્ડ બ્રેક તેજી ચાલી રહી છે. ગઈકાલે સોનાના ભાવ એક લાખને પાર પહોંચી ગયા હતા. ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેકોર્ડ બ્રેક વધારો જાવા મળ્યો હતો. આજે એટલે કે ૦૭ ઓગસ્ટ ૨૦૨૫ ગુરુવારના રોજ દેશમાં ૨૪ કેરેટ સોનાનો દર ૧,૦૨,૩૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
ગઈકાલે એટલે કે ૦૬ ઓગસ્ટ ૨૦૨૫ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. બુધવારે સોનુ એક લાખને પાર કરી પહોંચી ગયું હતું. ૧૦ ગ્રામ સોનાની કિમત ૧,૦૨,૨૭૦ પર પહોંચી ગઈ હતી. ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૯૬ રૂપિયા વધીને ૧,૦૨,૨૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. આજે પણ સોનાના ભાવ વધ્યો હતો. અમદાવાદ, વડોદરા સુરત અને રાજકોટમાં સોનાના ભાવમાં વધારો જાવા મળ્યો હતો.
અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૯૩,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર ૧,૦૨,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. સુરતની વાત કરવામાં આવે તો ૨૨ કેરેટ સોનાનો ભાવ ૯૩,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર ૧,૦૨,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. જ્યારે વડોદરામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૯૩,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો
આભાર – નિહારીકા રવિયા દર ૧,૦૨,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. આ ઉપરાંત રાજકોટમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૯૩,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર ૧,૦૨,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.