રાજસ્થાનના અલવરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૮ વર્ષીય મહિલાએ તેના સસરા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનો પતિ ટ્રક ડ્રાઈવર છે અને મોટાભાગે બહાર રહે છે. પોલીસને આપેલી એફઆઇઆરમાં મહિલાએ જણાવ્યું છે કે તે ૩ જુલાઈની રાત્રે રૂમમાં સૂતી હતી. રાત્રે ૧૨ વાગ્યે, તેના સસરા ખરાબ ઇરાદાથી રૂમમાં પ્રવેશ્યા.
મહિલાએ વિરોધ કરવાનો અને ચીસો પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સસરાએ તેનું મોં દબાવી દીધું. આ પછી તેણે મહિલા પર બળાત્કાર કર્યો. જ્યારે મહિલાએ આ ઘટના તેના સાસુ અને સાળાને જણાવી, ત્યારે તેઓએ તેને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી. પરંતુ મહિલાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે અને તેના સસરા સામે કાર્યવાહીની માંગ કરી છે.
બન્યું એમ હતું કે, અલવરમાં એક મહિલાએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી. તેણે જણાવ્યું કે, તેના પતિ બહાર હતા. ત્યારે અડધી રાતે તેના સસરા તેના રૂમમાં આવ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી તેના સસુર તેની સામે ખરાબ નજર રાખતા હતા. એક દિવસ અન્ય લોકો ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે તેના પતિ તેના રૂમમાં ઘૂસી આવ્યા હતા. ત્યાર બાદ તેમણે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાએ કહ્યું કે, મેં શરમને કારણે કોઈને આ વાત ન કરી. પરતુ એક દિવસ મારા સાસુ અને દિયરને આ વાત કરી તો તેમણે કહ્યુ કે, આ કારણે આપણી બદનામી થશે. વાત બહાર જશે તો બદનામી થશે. તેથી તેઓએ મને ચૂપ કરાવી દીધા હતા. આખરે મેં હિંમત કરીને પોલીસ ફરિયાદ કરી.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આ ઘટનાની રાતે તેનો પતિ ઘરે નહોતો. ત્યારે તેના સસરા બળજબરીથી રેપ કર્યો અને રૂમમાં જતા રહ્યા. મહિલા આ વાતને ભૂલી શકી નહીં. પોતાના રેપિસ્ટની આંખોની સામે જોઈને તેનો ગુસ્સો ભમી રહ્યો હતો. આ જ કારણે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદ મળતા જ પોલીસે તરત કાર્યવાહી કરતા સસરા વિરુદ્ધ બીએનએસની કલમ ૩૭૬ અને અન્ય સંબંધિત ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધી લીધી. અલવર પોલીસે આ મામલાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી દીધી. પ્રાથમિક તપાસમાં પીડિતાના નિવેદનની પુષ્ટિ માટે મેડિકલ તપાસ અને ફોરેન્સીક પુરાવા એકઠા કરવામાં આવ્યા. પોલીસે સસરાની ધરપકડ કરી છે અને સાસુ તથા દિયરની પણ પૂછપરછ કરી રહી છે, જેથી એ જાણી શકાય છે કે, તેમણે આ મામલાને દબાવવામાં કેટલી હદ સુધી ભૂમિકા નિભાવી છે.