લીલીયા તાલુકાના સલડી ગામે આવેલી સલડી સેવા સહકારી મંડળી લિ.ની ૧૦મી વાર્ષિક સાધારણ સભા સોમવારે એમ.એમ. યાજ્ઞિક હાઈસ્કૂલના સભાખંડમાં ભવ્ય રીતે યોજાઈ હતી. આ સભામાં મંડળીના મંત્રી ધર્મેશભાઈ દેસાઈએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા, સાથે જ સભાસદોને આકર્ષક ભેટ આપવાની પણ ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રસંગે મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન અરુણભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વ હેઠળ બેંકની અને જિલ્લાની સહકારી સંસ્થાઓની કામગીરી તેમજ પ્રગતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયા પણ હાજર રહ્યા હતા અને તેમણે પોતાની આગવી શૈલીમાં બેંકની કામગીરી, સહકારી પ્રવૃત્તિઓ વિશે સમજાવ્યું હતું. બેંકના લોન સેક્શનના મેનેજર શૈલેષભાઈ કથીરિયાએ બેંકની વિવિધ લોન યોજનાઓ વિશે માહિતી આપી હતી.