સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે અગ્રણી ઉદ્યોગપતિ ગોપાલભાઈ ચમારડી દ્વારા આયોજિત બારડોલીથી સોમનાથ સુધીની ‘સરદાર સન્માન યાત્રા’ અનુસંધાને અમરેલી ખાતે સર્વ સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મથી ધર્મ સુધીની સરદાર સન્માન યાત્રા વિશે જણાવતા ગોપાલભાઈએ કહ્યું હતું કે, બાર દિવસમાં આ યાત્રા ૧૮ જિલ્લાના ૩૫૫ ગામમાં પસાર થઈ લગભગ ૧૮૦૦ કિલોમીટર જેવું અંતર કાપીને સોમનાથ પહોંચશે. અમરેલી જિલ્લામાં ૨૦ મી સપ્ટેમ્બરે શાખપુરથી સરદાર યાત્રા અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે અને ૨૧ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના વિવિધ સ્થળોએ ફરી સોમનાથ તરફ જશે. આ તકે દિલીપભાઈ સંઘાણી, નારણભાઇ કાછડીયા, પ્રતાપભાઈ દુધાત, અશ્વિનભાઈ સાવલીયા, જેનીબેન ઠુંમ્મર, ડી.કે. રૈયાણી, રમેશભાઈ કાથરોટીયા, હિરેનભાઈ હિરપરા, જીતુભાઇ ડેર, નરેશભાઈ દલસાણિયા, ભગીરથભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ સીતાપરા સહિત સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.