વડીયા ખાતે કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જી.એન.એફ.સી. (સરદાર) ડેપો બંધ ન કરવાની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, આ ડેપો બંધ થવાથી વડીયા અને કુંકાવાવ તાલુકાના ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે મુશ્કેલી પડશે. ખેડૂતોએ જણાવ્યું હતું કે ખાતરની અછત વચ્ચે આ ડેપો બંધ થવાથી સરદારનું ખાતર તાલુકામાં ક્યાંય ઉપલબ્ધ નહીં થાય, જેના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થશે. જો આ ડેપો ફરી ચાલુ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્ર આપતા સમયે કુંકાવાવ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડીયા, અશોકભાઈ હિરાણી, ધમેન્દ્ર પાનસુરીયા, જુનેદ ડોડીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.