સરકારી હોસ્પિટલ બાબરા ખાતે ૧૦/૦૭/૨૫ ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી આયુષ્માન ભારત અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડાક્ટર હાજર રહ્યા હતા. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ડો. રિદ્ધી ગોહીલ, ડો. મીહિર જાની, ડો. મીરા રાદડીયા, ડો. કૃતિ ડાભી, ડો. નિકુંજ ભેંસાણીયા, ડો. પૂજા પંડ્યા, ડો. વિજય ઝાલા, ડો. રાજ પટોલિયા, ડો. હરિ પરમાર, ડો. જૈમીન મૈસુર, ડો. મુર્તુઝાએ કેમ્પમાં તેમની સેવા આપી હતી.