ગુજરાત સરકારે ફરી એકવાર સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર આપ્યા છે. આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડ્ઢછમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના ડ્ઢછમા ૨ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૫મા કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો, ત્યારથી તેઓ રાહ જાઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને ૫૩% ડીએ મળે છે. આજની કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
જાકે, આ વધારેલું ડીએ ક્યારેથી લાગુ થશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી. રાજ્યના સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના ડ્ઢછમાં વધારો કરશે. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ ૫૩% ડીએ મળે છે, હવેથી ૫૩ના બદલે હવે રાજ્યના કર્મચારીઓને ૫૫ ટકા ડીએ મળશે. જાકે, વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે.
૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ ૨% ડીએમાં વધારો કર્યો તે રાજ્ય સરકારે તાત્કાલિક ૧૫ દિવસમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારને પગલે હવે રાજ્ય સરકારે પણ ૨% ડીએમાં વધારો કર્યો છે. પહેલી જાન્યુઆરીથી તફાવતની રકમ એપ્રિલ મહિનાના પગારમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. કુલ નવ લાખ કર્મચારી અને પેન્શનરોનું લાભ રહેશે. આ નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે. બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે. આ નિર્ણય સરકાર હવે પછી લેશે.