તાજેતરમાં પંચાયત, ગ્રામીણ હાઉસિંગ અને ગ્રામીણ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન જણાવ્યા અનુસંધાને પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના હોદ્દેદારો સામે કાર્યવાહી થાય તે પ્રકારનું કડક વલણ ધરાવતું નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નોટિફિકેશન મુજબ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખો સામે અથવા તો સદસ્યો સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે, તો જિલ્લા વિકાસ અધિકારી પંચાયતના પ્રમુખોને ઘરભેગા કરી શકશે.મહત્વનું છે કે, આ નોટિફિકેશન મુજબ જિલ્લા વિકાસ અધિકારી અને તેની ઉપરના અધિકારીઓને જે-તે પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. જે અન્વયે તાલુકા, જિલ્લા પંચાયતના પ્રમુખો સામે તપાસની કાર્યવાહી પણ કરી શકાય તે પ્રકારે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. હવે જિલ્લા વિકાસ અધિકારી પણ પ્રમુખ સહિતના હોદ્દેદારોને ઘરભેગા કરવા સક્ષમ બને તે પ્રકારે નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે જા સાદી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ કરી શકાય તેવી જાગવાઈ કરવામાં આવી છે. આમ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આ પ્રકારના કડક વલણ અપનાવવામાં આવ્યા છે. પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સત્તા અધિકારીઓને આપતું આ નોટિફિકેશન આજે જાહેર કરવામાં આવ્યું છે.આ અંગે અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં બે પ્રકારની પીઆઇએલ થઈ હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે, શિસ્ત ભંગ અંગે કાર્યવાહી કરવાના રૂલ્સ લાવવા જાઈએ. આ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં અધિક વિકાસ કમિશનર અને છ જેટલા જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. કમિટી દ્વારા સરકારના અગાઉના જીઆર હતા, તેમાંથી અભ્યાસ કરીને તેના તેમાંથી તારણ મેળવીને એક નોટિફિકેશન તૈયાર કરવામાં આવ્યું છે.નોટિફિકેશન મુજબ, જા કોઈપણ શિસ્ત ભંગ કરે તો તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી તે પ્રકારની માહિતી વિગતવાર દર્શાવાઈ છે. તેમાં કેવી રીતે કાર્યવાહી કરવી તેનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યો સામે જા ભ્રષ્ટાચાર ખરેખર સાબિત થઈ જાય તો કેવા પ્રકારના પગલાં ભરવા તે મુજબના નિયમો વિગતે નિર્માણ કરવામાં આવ્યા છે. આમ નિર્ણયો રચના બાદ આજે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.







































