સરકારના મહત્વના વિભાગ જીઆઇડીસીમાં કરોડોનું કૌંભાંડ બહાર આવ્યું છે. તપાસમાં ચીફ ઇજનેર રમેશ ભગોરાના કાર્યકાળમાં આ કૌંભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે.જેમાં પ્રિન્સીપલ એકાઉન્ટ જનરલના ઓડિટ અહેવાલમાં ધડાકો થયો હતો. જેમાં ટેન્ડર પ્રક્રિયામાં ભગોરા દ્વારા ગોટાળા કરી કૌંભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના નિમાયેલા ઓડિટરે કૌંભાંડનો પર્દાફાશ કર્યો હતો.
તપાસમાં શરતો બદલી પોતાની માઈટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં રૂ. ૩૫ કરોડની રકમ ડાયરેક્ટ મંજૂર કરી હોવાના આક્ષેપ થયા છે. અગાઉ રમેશ ભગોરા વિરૂદ્ધ મુખ્યમંત્રી સુધી આ ફરિયાદ પહોંચી હતી. હાલ સમગ્ર કૌંભાંડ બાબતે અલગ અલગ ચર્ચાઓ ચકડોળે ચઢી છે.