સંતના સાનિધ્યમાં અવીરત ચાલતા માનવતા ના એ વિશાળ પ્રવાહ થી નિરંતર પાવન-પવીત્ર-પુર્ણતા સુધી આ સૌરાષ્ટ્રની ધરા જયારે ધર્મ વિજય ના ધ્વજ ની શાન બનીને સમગ્ર વિશ્વને પોતાનામાં આકર્ષિત કરતી હોઈ, સામાન્ય પરીવાર માં જીવન જીવતા હોઈ છતાંય  જ્યારે સમાજ ઉપર, વિશ્વ ઉપર કોઈ આપતી આવે ત્યારે  પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાની શક્તિ ધરાવતા હોઈ તેવા લોકો ના મધ મીઠાં માનવતા ના સબંધો આ સૌરાષ્ટ્રની ભુમી ને મીઠાં આવકારા અને આદર-સત્કાર થી ભરી દે છે.  રાષ્ટ્ર માટે પોતાનું જીવન આપવાની વાત હોઈ કે પછી રાષ્ટ્ર હીત માટે કોઈ દુષ્ટ, રાક્ષસો નું જીવન લેવાની વાત હોઈ.., ક્યારેક સમાજના સર્વાંગી વિકાસ અર્થે પોતાનું સર્વ ત્યજી દેવાની વાત હોઈ કે પછી રાષ્ટ્રના સ્વાભિમાન માટે કોઇ પણ ભોગે એ રાષ્ટ્રનું સ્વાભિમાન બચાવવાની વાત હોઈ. આ સર્વમાં લેશ માત્ર પણ સંકોચ રાખ્યા વગર પોતાના રક્ત ના ગુણો ને અંખડ રાખવા માટે સમર્પણ કરતા આ ધીંગી ધરા  ના માનવી  માનવતા થી આજે પ્રકાશી રહ્યાં હોઈ…, અને સમર્પણ ની આ સમગ્ર હિન્દુસ્તાનની ધરા માં પણ જે સર્વ ને પોતાની તરફ આકર્ષિત કરી રહી હોઈ તો આવી ધરા પર આવવું કોને પસંદ ના હોઈ..?
    અપુરતા ને કોઈ પોતાની પાસે રાખવા ઈચ્છતા નથી અને પુર્ણતા થી ભરપુર માનવીને કોઈ ત્યાંજવા ઈચ્છા નથી. પરંતુ સવાલ એ છે કે પુર્ણતા સુધી કોણ પહોંચી શકે? તમે લાખ પ્રયાસો કરો છતાંય તમે મોહ અને લાલચમાં અપુરતા જ રહેશો. પરંતુ જે સમર્પણ ની ભાવમાં રાખે છે તે જ અપુરતા થી પુર્ણતા સુધી અને નિશ્વાર્થ સમર્પણ ની ભાવમાં રાખે તે પુર્ણતા માંથી પણ સંપૂર્ણતા સુધી સરળતાથી, સહજતા થી પહોંચી જાય છે. જે માનવી સંપૂર્ણતા ને પામેલો હોઈ છે તે માનવી ને જગત ની કોઈ સમસ્યા હલાવી શકતી નથી. તેને ડરાવી શકતી નથી. જે માનવી અપુરતા યુક્ત હોઈ છે તે નાની વાતોમાં પણ પોતાની જાત ને સ્થિર રાખી શકતો નથી.  સંપૂર્ણતા પામેલો માનવી સ્થિરતા પૂર્વક કાર્ય કરી ને પોતાના જીવનની મોટામાં મોટી સફળતા સરળતા થી પ્રાપ્ત કરી લે છે. કારણ કે જે વિકટ પરિસ્થિતિમાં સ્થિર થઇ ને નિર્ણય લે છે તે નિર્ણયનું પરીણામ ભવિષ્યમાં સફળતા સુધી પહોંચાડવા માટે જ આવે છે.
હૈ નવયુવાનો…, આવો આ રાષ્ટ્ર માટે પોતાનું સમર્પણ આપી ને પોતાની જાત ને સંપૂર્ણતા સુધી લઇ જઇયે. આ ભારત માં આજે નવયુવાનો ને પોતાના રાષ્ટ્ર નો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડતાં જોવા પ્રતીક્ષા કરી રહી છે. આ સમગ્ર વિશ્વ જયારે ભારતની સમર્પિત ગાથાઓ જાણશે-જોશે ત્યારે સમગ્ર વિશ્વ ગર્વ થી પુકારી ઉઠશે ભારત માતા કી જય. આ હિન્દુસ્તાન ની માટી બોલી ઉઠશે વંદેમાતરમ…, હે નવયુવાનો આપણી આ ધરા પર થયેલ મહા પુરૂષો ના યોગદાન જુઓ…, આ ધરા પર અપાયેલ ધર્મ રક્ષા માટે ના બલિદાન જુઓ.., આ ધરા પર જન્મેલા સંતો અને ઋષિ મુનીઓ જુઓ…, આ રાષ્ટ્ર એ સમગ્ર વિશ્વને કંઈક ને કંઈક આપવા માટે જ પ્રેરાયેલ રહે છે. સેવા કાર્યમાં સંત વિભુતી અને સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા સંત શિરોમણી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ થી લઇ ને જલારામ બાપા, સતાધાર થી લઇ ને બગદાણા સુધી એ આધ્યાત્મિકતા ની સાથે સેવાકીય કાર્યની એક ઝલક વર્ષો થી આજ સુધી અખંડ રાખી સાક્ષી પુરતા એ સંતો, ધર્મ રક્ષા માટે પોતાના જીવનની આહુતિ આપનાર એ શૂરવીરો થી લઇ ને રાષ્ટ્ર ને આઝાદી આપવવા માટે નીકળી પડેલ એ ક્રાંતિકારીઓ નું જીવન ચારિત્ર તમે જયારે વાંચશો ત્યારે જાણ થશે કે આપણે એ એક સમર્પણ ની ભુમી પર જન્મ લીધો છે માટે સમર્પિત થઈએ એ  જીવતે જીવ જ મોક્ષ પ્રાપ્ત થયો એમ સમજવુ. હે નવયુવાનો.., આવો સૌ આ રાષ્ટ્ર ને પ્રતિ, ધર્મ રક્ષા ને પ્રતિ, માનવતા ના દીપ દરેક ના હ્દય સુધી પ્રગટાવવા માટે સમર્પિત બની ને સંપૂર્ણતા સુધી પહોંચીએ અને ભવ્ય થી ભવ્ય સફળતા ના શિખરો સર કરી ભારતનું ગૌરવ બનીએ અને આ હિન્દુસ્તાન ને ફરી વાર વિશ્વ ગુરુ બનાવીએ. વંદેમાતરમ.