આપણે મન સબંધો નું મુલ્ય દિવસે ને દિવસે તુચ્છ થતું જાય છે.આ ટેક્નોલોજી ના સમયમાં સબંધો પણ ટેક્નિકલ બની ગ્યા છે. સમયસર જો લાગણી રૂપી ચાર્જ ના મળે તો સબંધ નું વિસર્જન થતા વાર નથી લાગતી.
સબંધ એક બીજા ને બાંધી રાખે તેને સબંધ ના કહી શકાય. સબંધ તો એક બીજા ને સ્વતંત્રતા આપે તેને ખરા અર્થમાં સબંધ કહી શકાય. એક બીજાને પોતાની ભુલો કે ખરાબ તેવો ની જાણ થઇ જશે એ ભયમાં જ ઘણી વાર આપણે સાચો અને સારો સબંધ ગુમાવી બેસતા હોઈએ છીએ.
કોઈ તમને અપશબ્દ કહે..,કોઈ તમારા માટે અહીત કરે.., કોઈ તમને ખોટી રીતે હેરાન કરે.., કોઈ તમારી નિંદા કરે.., ત્યારે હસતા મુખે બધુ સ્વીકારી પ્રત્યુત્તરમાં માત્ર નિસ્વાર્થ હાસ્ય આપો.  સર્વ ભુલી તમારા માર્ગ પર ચાલતા રહો. દરેક સ્થિતિનો સહજતાથી સ્વીકાર કરી લો. તમને સફળતા મળે કે નિષ્ફળતા.., તમારી પ્રગતિ થાય કે અધોગતિ.., તમારી સમાજમાં સારી વાતો થાય કે પછી ખરાબ.., તમને માન મળે કે પછી અપમાન.., તમે અમીર બનો કે ગરીબ.., આ બધી જ સ્થિતિનો તમે સહજતાથી ફરિયાદ કર્યા વગર હસતા મુખે સ્વીકાર કરી લો… ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી કરી શકતી નથી.
સબંધો માં અત્યારે ઘણા અસામાજીક વિચાર શક્તિ ધરાવતા લોકો નું મુખ્ય કામ હોય છે સબંધો માં  કોઈ પણ કારણોસર તિરાડ પાડવી. અને વધુ પડતા એ લોકો સંબંધોમાં તિરાડ પાડવામાં સફળતા પણ મેળવે છે. પરંતુ જો બંને પક્ષે થી સબંધ નિભાવવાની સમજ શક્તિ હોય તો કોઈ પણ વ્યક્તિ આપણા સંબંધોમાં તિરાડ પાડી શકતા નથી. જ્યાં સ્વયં નું બંધન થાય છે ત્યાં પ્રગતિ ને પૂર્ણવિરામ મળી જાય છે. અને જ્યાં સ્વયં ને સ્વતંત્રતા મળે છે ત્યાંથી પ્રગતિ ની શરૂઆત થાય છે. માટે નક્કી તમારે કરવાનું છે કે તમારે પ્રગતિ ને પૂર્ણવિરામ આપવું છે કે પછી પ્રગતિની શરૂઆત કરવી છે.
દુશ્મનોને ઘડી બે ઘડી ત્યજી મિત્ર બની ચાલ જીવી લઈએ. સજા અને માફીના આ ચક્રને ક્ષણભર છોડી ચાલ જીવી લઈએ. અમીરી કે ગરીબીના ગ્રુપની બહાર નીકળી સમાનતાના આ સાગરમાં ચાલ જીવી લઈએ. ઉંચ નીચનો આ વિચાર ત્યજી મધ્યતાના કેન્દ્રમાં ક્ષણિક ચાલ જીવી લઈએ. આ મારું અને આ તારું આ તારા-મારા ના વેપારને ત્યજી આ આપણું બનાવીને ચાલ જીવી લઈએ.
સબંધમાં કોઈ તકલીફ પડે, સબંધમાં કોઈ તિરાડ પડે.., પછી તે સામાજીક સબંધ હોઈ…, પારિવારિક સબંધ હોઈ…, ધંધા-રોજગારીનાં સબંધ હોઈ.., વ્યવહારિક સબંધ હોઈ.. કે પછી કોઈ પણ સબંધ હોઈ… એ દરેક સબંધમાં ક્યારેય પણ દુર થવાની વાત આવે, એક બીજા પ્રત્યેની લાગણી તુટી જાય, એક બીજા પ્રત્યે મનમાં સંકોચ થવા લાગે ત્યારે આવા સમયે ઉતાવળમાં નિર્ણય લઇ ને સબંધ તોડી નાખવા કરતા ક્ષણિક શાંતીથી વિચારવું. દરેક સમયે આપણે જ સાચા હોયે અને સામેની વ્યક્તિ ખોટી હોય એવું નથી. આપણા મનમાં એક બીજા પ્રત્યે સંકોચ ઉત્પન થવાથી હંમેશા સામેના પક્ષનાં વ્યક્તિ આપણે મન ખોટા-ખરાબ જ લાગવાના છે એ વાત સામાન્ય છે. પરંતુ સુખી જીવન માટે અગત્યની સંપત્તિ કે ધન દોલત નથી. સુખી જીવન જીવવા માટે…, શાંતી પુર્ણ જીવન જીવવા માટે અગત્યનું છે તમે કેળવેલા તમારા જીવનના ધનીષ્ઠ સબંધો.  માટે સુખી અને શાંતીમય જીવન જીવવા માટે દરેક બાબતોમાં સંબધો ને પુર્ણ વિરામ આપતા પહેલા સબંધ નું સ્વઅધ્યયન કરવું. આપણી અને સામેનાં પક્ષની બંનેની ભૂલો જોવી. ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવો. આજ શાંતી પુર્ણ જીવનની શરૂઆત કરતો પ્રથમ રસ્તો છે.
આવો સૌ સાથે મળીને આપણે સંબધોને પુર્ણવિરામ આપવા કરતા લાગણીનું જળ આપીયે અને સમગ્ર વિશ્વનાં શાંતી પ્રસરાવીને ભારતને વિશ્વ ગુરુ બનાવીએ. વંદેમાતરમ