સપા નેતા આઝમ ખાનને સાંસદ-ધારાસભ્ય કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. આઝમ ખાનને નફરતભર્યા ભાષણ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ખાન આજે સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થયા. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ ભડકાઉ ભાષણ કેસમાં આજે કોર્ટનો ચુકાદો આવ્યો.સપા નેતા આઝમ ખાન ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સપા ઉમેદવાર હતા. આ સમય દરમિયાન, તેમણે ૨૩ એપ્રિલે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી રેલી યોજી હતી. બીજા દિવસે, ૨૪ એપ્રિલ, ૨૦૧૯ના રોજ, સહાયક રિટ‹નગ ઓફિસર અને તત્કાલીન એસડીએમ સદર પ્રેમ પ્રકાશ તિવારીએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આઝમ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.રાહત મળ્યા બાદ આઝમ ખાને કહ્યું, “અમારું જીવન નિષ્કલંક છે. આ આપણા જીવનનું સત્ય છે. અમે બંદૂક વેચનારા નથી. અમે ગરીબોને ઘર આપ્યા અને જેલમાં સમય પસાર કર્યો.”આઝમ ખાનને અગાઉ આરએસએસને બદનામ કરવાના કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં પણ આઝમ ખાનને લખનૌ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાંથી રાહત મળી હતી. આ કેસ ૨૦૧૯ માં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. આઝમ ખાન પર મંત્રી તરીકે સેવા આપતી વખતે સરકારી લેટરહેડ અને સીલનો દુરુપયોગ કરવાનો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આરએસએસને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.આઝમ ખાન લખનૌમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ  એન્ડ સેશન્સ જજ સમક્ષ હાજર થયા હતા. સુનાવણી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. જાકે, આ કેસમાં તેમને રાહત આપવામાં આવી હતી. એ નોંધવું જાઇએ કે આઝમ ખાન તાજેતરમાં લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા હતા. છૂટ્યા બાદ અખિલેશ યાદવ સાથેની તેમની મુલાકાત ખૂબ ચર્ચામાં આવી હતી.