વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે મંગળવારે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર ખોરવાઈ અને અંતે આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી. બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન ,પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષી પક્ષોએ ગૃહમાં હંગામો મચાવ્યો. આ કારણે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી.
લોકસભાની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ, પરંતુ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. હંગામાને કારણે ગૃહને બે વાર સ્થગિત કરવું પડ્યું – પહેલા બપોરે ૧૨
આભાર – નિહારીકા રવિયા વાગ્યા સુધી અને પછી બપોરે ૨ વાગ્યા સુધી. અંતે, સતત ઘોંઘાટ વચ્ચે, બુધવારે કાર્યવાહી સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. હંગામાને કારણે, ન તો શૂન્ય કાળ થયો કે ન તો પ્રશ્નકાળ.
રાજ્યસભામાં સવારે ૧૧ વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ, ઉપાધ્યક્ષ હરિવંશે જરૂરી દસ્તાવેજા ટેબલ પર મૂક્યા. તેમણે માહિતી આપી કે વિપક્ષી સભ્યોએ એસઆઇઆર, પહેલગામ હુમલો અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા માટે ૧૨ નોટિસ આપી હતી, જેમાંથી એક નોટિસ સીપીઆઇ સભ્ય પી સંધોષ કુમારે ઉપરાષ્ટ્રપતિ ધનખરના રાજીનામા પર ચર્ચા કરવા માટે આપી હતી. બધી નોટિસો ફગાવી દેવામાં આવી. આ પછી, વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને કેટલાક સભ્યો ખુરશીની નજીક પહોંચી ગયા. ડેપ્યુટી સ્પીકરે સભ્યોને શાંતિ જાળવવા અપીલ કરી, પરંતુ જ્યારે હોબાળો બંધ ન થયો, ત્યારે ગૃહને સ્થગિત કરવું પડ્યું.
વિપક્ષી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે, બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને તેની તાત્કાલિક ચર્ચા થવી જાઈએ. આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું, પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પણ વિપક્ષ દ્વારા જારશોરથી ઉઠાવવામાં આવ્યા હતા.