સંસદના શિયાળુસત્ર દરમિયાન વિપક્ષના ૧૨ સંસદોને સસ્પેન્ડ કરવા બાબતે વિપક્ષ ગાંધી પ્રતિમા પાસે દેખાવો કરી રહ્યો છે. એક તરફ વિપક્ષ સાંસદોના સસ્પેન્શનને પરત લેવાની માંગ કરી રહ્યું છે. બીજી તરફ ભાજપના રાજ્યસભાના સાંસદોએ વિપક્ષના સાંસદો પર સદનની કાર્યવાહીમાં મુશ્કેલી ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ નેતા શશિ થરુરે ભાજપના સાંસદો દ્વારા કરવામાં આવી રહેલા દેખાવો પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સાંસદો અહીં આવીને અમારા ઘા પર મીઠું નાંખવાનું કામ કરી રહ્યાં છે. કારણવગર અમને ઉશ્કેરે છે. અમારા સહયોગી સાથીઓને ખોટી રીતે સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે પણ એ પાર્ટી દ્વારા જેણે સંસ્થાગત વિક્ષેપ કર્યો છે.
શિયાળુ સત્રમાં પક્ષ અને વિપક્ષની વચ્ચે ચાલી રહેલા હંગામાની વચ્ચે શુક્રવારે બિલ રજૂ કરવામાં આવ્યા. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય સતર્કતા આયોગ(સંશાધન) બિલ, ૨૦૨૧ અને દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના(સંશોધન) બિલ, ૨૦૨૧ને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું.૧૨ સાંસદોના સસ્પેન્શન પર દેખાવો કરી રહેલા વિપક્ષ પર ભાજપ સાંસદોએ નિશાન સાધ્યું છે. શુક્રવારે રાજ્યસભાના સાંસદોએ ગાંધી પ્રતિમાની પાસે વિપક્ષની વિરુદ્ધ દેખાવો કર્યા. આ દરમિયાન ભાજપ સાંસદ મોનસૂન સત્રમાં સંસદમાં થયેલા હંગામાને લગતા પોસ્ટરો લઈને વિરોધ કરતા જાવા મળ્યા.
સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે પણ વિપક્ષના દેખાવો ચાલુ જ છે. સંસદના બંને સદનો લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષો ૧૨ સાંસદોનું સસ્પેન્શન પરત લેવાની માંગ કરી રહ્યાં છે. જાકે સભાપતિનું કહેવું છે કે માંફી માંગ્યા પછી સસ્પેન્શન અંગે વિચાર કરવામાં આવી શકે છે. હંગામાની વચ્ચે સદનની કાર્યવાહી વારંવાર સ્થગિત થઈ રહી છે.
કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોરે શુક્રવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ચર્ચા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે લખીમપુરમાં ખરાબ રીતે કરાયેલી ખેડૂતોની હત્યા પર ચર્ચાની માંગ કરી છે, જેથી સરકાર દોષિતો સામે કાર્યવાહીના આદેશ આપી શકે અને ગૃહ રાજ્યમંત્રી પાસે રાજીનામુ માંગવામાં આવે.