પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે અને તેને કઠેડામાં ઉભું કર્યું છે. ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની ‘ખુલ્લી કબૂલાત’ વિશ્વ સમક્ષ રજૂ કરી, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેમનો દેશ દાયકાઓથી આતંકવાદીઓને તાલીમ અને નાણાકીય મદદ પૂરી પાડી રહ્યો છે. ભારતે તેને પાકિસ્તાન એક ‘બદમાશ રાજ્ય’ હોવાનો પુરાવો ગણાવ્યો જે વૈશ્ચિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ, રાજદૂત યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘આખી દુનિયાએ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં કબૂલાત કરતા સાંભળ્યા.