જ્યારે વૈશ્વીક શક્તિઓ રાજદ્વારીને બદલે બંદૂકની ભાષાનો આશરો લે છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રની ઊંઘ ઉડી જાય છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રએ વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના સત્તાવાર ઠ હેન્ડલે અમેરિકાની ટીકા કરી, તેને દેશની સાર્વભૌમત્વ, વૈશ્વીક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે ગંભીર ખતરો ગણાવ્યો. સંયુક્ત રાષ્ટ્રે સ્પષ્ટ સંદેશ આપ્યો કે રાજકારણ બળજબરીથી ચલાવી શકાય નહીં.

યુએનના સત્તાવાર એકસ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે, “વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી દખલગીરી દેશની સાર્વભૌમત્વ અને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કરે છે. તે આંતરરાષ્ટ્રીય સુરક્ષાના પાયાને નબળી પાડે છે, જેનાથી દરેક દેશ ઓછો સુરક્ષિત બને છે.”

દરમિયાન, યુએનના માનવ અધિકારો માટેના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું હતું કે, “વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છેઃ દેશોએ પોતાના પ્રાદેશિક દાવાઓ અથવા રાજકીય માંગણીઓને સંતોષવા માટે બળનો ઉપયોગ ન કરવો જોઈએ. વેનેઝુએલાના સમાજને ઉપચારની જરૂર છે, અને દેશનું ભવિષ્ય તેના લોકો દ્વારા નક્કી થવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે ૩ જાન્યુઆરીએ, યુએસ સૈન્યએ વેનેઝુએલામાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને પકડીને તેમને બળજબરીથી તેમના વતન પાછા લઈ ગયા હતા. અમેરિકાના આ પગલાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે.