સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે ભારત એક “અત્યંત સફળ” ઉભરતી અર્થવ્યવસ્થા છે જેનો વૈશ્વીક બાબતોમાં પ્રભાવ છે અને તે એઆઈ સમિટ માટે યોગ્ય સ્થાન છે. “ઇન્ડિયા-એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” પહેલા યુએન હેડક્વાર્ટરમાં પીટીઆઈ સાથેની મુલાકાતમાં, ગુટેરેસે ભાર મૂક્યો હતો કે એઆઈ સમગ્ર વિશ્વને લાભ આપવોજો, ફક્ત વિકસિત દેશો અથવા બે મહાસત્તાઓ માટે અનામત વિશેષાધિકાર ન હોવો જોઈએ. તેમણે કહ્યું, “હું આ સમિટનું આયોજન કરવા બદલ ભારતને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે એઆઈ વિકાસ દરેકને લાભ આપે અને ગ્લોબલ સાઉથના દેશો પણ એઆઈના ફાયદાઓમાં ભાગીદાર બને.”
“ગ્લોબલ સાઉથ” એ એવા દેશોનો ઉલ્લેખ કરે છે જેને ઘણીવાર વિકાસશીલ, ઓછા વિકસિત અથવા અવિકસિત તરીકે ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિત છે. ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ ઉચ્ચ-સ્તરીય ઇવેન્ટ, ગ્લોબલ સાઉથના કોઈ દેશમાં યોજાનારી પ્રથમ એઆઈ સમિટ હશે અને “લોકો, ગ્રહ અને પ્રગતિ” ના ત્રણ માર્ગદર્શક સિદ્ધાંતો પર આધારિત છે. ગુટેરેસ સમિટમાં હાજરી આપવા માટે ભારતની યાત્રા કરશે. તેમણે કહ્યું, “એઆઈ ફક્ત સૌથી વિકસિત દેશોનો વિશેષાધિકાર હોવો જોઈએ તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.” ગુટેરેસની આ ટિપ્પણી સ્પષ્ટપણે અમેરિકા અને ચીન પર નિશાન સાધી રહી છે.
ગુટેરેસે કહ્યું, “માનવતાના લાભ માટે એઆઇ એક સાર્વત્રિક સાધન બને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આજે એક ખૂબ જ સફળ ઉભરતી અર્થવ્યવસ્થા છે અને માત્ર વૈશ્વીક અર્થતંત્રમાં જ નહીં પરંતુ વૈશ્વીક બાબતોમાં પણ વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ સમિટ યોજવા માટે અને તેની બધી અપાર સંભાવનાઓ અને જોખમો સાથે છૈં ની ઊંડાણપૂર્વક ચર્ચા થાય તે સુનિશ્ચિત કરવા માટે ભારત યોગ્ય સ્થળ છે કારણ કે એઆઇ ફક્ત થોડા પસંદગીના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે.” યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારતની પ્રશંસા કરી, તેને એક ખૂબ જ સફળ ઉભરતી અર્થવ્યવસ્થા ગણાવી. તેમના નિવેદનમાં, તેમણે કહ્યું કે વૈશ્વીક બાબતોમાં ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેથી, આગામી એઆઇ સમિટનું આયોજન કરવા માટે ભારત યોગ્ય સ્થળ છે.
ઇન્ટરવ્યુ દરમિયાન, એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, “હું આ સમિટનું આયોજન કરવા બદલ ભારતને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એ જરૂરી છે કે છૈં વિકાસ દરેકને લાભ આપે અને ગ્લોબલ સાઉથના દેશો પણ છૈં ના ફાયદાઓમાં ભાગીદાર બને.” ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ ઉચ્ચ-સ્તરીય ઇવેન્ટ, ગ્લોબલ સાઉથમાં યોજાનારી પ્રથમ છૈં સમિટ હશે અને “લોકો, ગ્રહ અને પ્રગતિ” ના ત્રણ માર્ગદર્શક સિદ્ધાંતો પર આધારિત છે.
ગુટેરેસ, જે એઆઇ સમિટમાં હાજરી આપવા માટે ભારત જશે, તેમણે અગાઉ ભાર મૂક્યો હતો કે એઆઇ ફક્ત સૌથી વિકસિત દેશોનો વિશેષાધિકાર હોવો અથવા ફક્ત બે મહાસત્તાઓ વચ્ચે વિભાજિત થવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય રહેશે, જે સ્પષ્ટપણે યુએસ અને ચીનનો ઉલ્લેખ કરે છે. ગુટેરેસે કહ્યું કે માનવતાના લાભ માટે કૃત્રિમ બુદ્ધિને સાર્વત્રિક સાધન બનાવવું ખૂબ જ જરૂરી છે.
એઆઇ સમિટમાં વિશ્વભરના નેતાઓ અને ટેક દિગ્ગજા ભાગ લેશે. અહેવાલો અનુસાર, ૪૫ દેશોના ૨૦ રાષ્ટ્રપ્રમુખો અને મંત્રી સ્તરના પ્રતિનિધિમંડળો આ સમિટમાં હાજરી આપશે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાનો સમાવેશ થાય છે. સુંદર પિચાઈ (ગુગલ), શાંતનુ નારાયણ (એડોબ) અને ડારિયો અમોદેઈ (એન્થ્રોપિક) જેવા ટેક દિગ્ગજા પણ ભાગ લેશે.










































