સમાજસેવક અને કેળવણીકાર શાંતિલાલ પરમારની સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ – ગુજરાત પ્રદેશના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થા વિશ્વના ૨૨ દેશો અને ભારતના ૨૬ રાજ્યોમાં સક્રિય રીતે કાર્યરત છે. સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ દુષ્યંત કુમાર ગૌતમ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી આત્મારામ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજીત કુમાર અને પ્રદેશ પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ આ નિમણૂક કરવામાં આવી છે. શાંતિલાલ પરમાર, જેઓ દામાણી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેઓ સમાજને વ્યસનમુક્ત અને સંગઠિત કરવા માટે ગુરુ રવિદાસ અને ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને વેગ આપશે.