શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે એક વીડિયો જાહેર કર્યા બાદ મહારાષ્ટ્રમાં એક મોટો રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. આ વીડિયોમાં, એકનાથ શિંદેના શિવસેનાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજય શિરસાટ તેમના નિવાસસ્થાને મોટી રકમ સાથે જાવા મળી રહ્યા છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે સંજય શિરસાટને એક દિવસ પહેલા જ આવકવેરાની નોટિસ મળી છે. સંજય રાઉત દ્વારા શેર કરાયેલા આ વીડિયો પર રાજકીય હોબાળો થવાની શક્્યતા છે.
સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ વીડિયો પોસ્ટ કર્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ વીડિયો ફૂટેજ પર ધ્યાન આપવા વિનંતી કરી. આ વીડિયોમાં, મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટ બેડરૂમમાં સિગારેટ પીતા જાવા મળે છે, તેમની બાજુમાં રોકડથી ભરેલી સુટકેસ રાખવામાં આવી છે. બીજી સુટકેસ પણ દેખાય છે. તેની બાજુમાં એક પાલતુ કૂતરો પણ દેખાય છે.
રાઉતે મરાઠીમાં લખ્યું, “આ રસપ્રદ વીડિયો માનનીય પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જાવો જાઈએ! દેશમાં શું થઈ રહ્યું છે! (મહારાષ્ટ્રના મંત્રીનો આ વીડિયો ઘણું બધું કહી જાય છે).”
આયકર વિભાગે ઔરંગાબાદ (પશ્ચિમ) ના શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટને નોટિસ ફટકાર્યાના એક દિવસ પછી આ વિડીયો સામે આવ્યો છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા શિરસાટે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે તેઓ વિભાગને સહયોગ કરશે. શિરસાટે કહ્યું, “કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી અને આવકવેરા વિભાગે તેની નોંધ લીધી છે. અમે નોટિસનો જવાબ આપવા માટે સમય માંગ્યો છે. અમે અમારી સ્થિતિ સ્પષ્ટ કરીશું.”
તેમણે વધુમાં કહ્યું, “કેટલાક લોકોને મારી સાથે સમસ્યા હતી, પરંતુ હું તેમને જવાબ આપીશ. કાયદો તેનું કામ કરી રહ્યો છે અને મને તેનાથી કોઈ સમસ્યા નથી. હું કોઈ દબાણમાં નથી.”
આ તાજેતરનો વિવાદ શિંદે સેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ સાથે સંકળાયેલા બીજા વિવાદ પછી તરત જ આવ્યો છે. ખોરાકની ગુણવત્તા અંગે કેન્ટીન કર્મચારી પર કથિત રીતે હુમલો કરવા બદલ ગાયકવાડ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગાયકવાડના કૃત્યની નિંદા કરી છે. જાકે, વિપક્ષે ધારાસભ્ય સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરી છે, જેનાથી સરકાર પર દબાણ વધી રહ્યું છે.