સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને દર ગુરુવારે યોજાતા ‘થર્સ-ડે થોટ’નો ૧૨૨મો કાર્યક્રમ જમનાબા વિદ્યાર્થીભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય વિષય ‘ભાગીદારી’ હતો, જેના પર અનેક ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ પ્રસંગે, જાણીતા ઉદ્યોગપતિ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, “સહયોગ આપવો તે સંસ્કૃતિ છે, પણ તેમાં નફો ભળે તો તે ભાગીદારી છે.” એલ.ડી. ટેક્સટાઇલના યુવા ઉદ્યોગ અગ્રણી મિતેશભાઈ રાખોલિયાએ ‘ઝાઝા હાથ રળિયામણા’ની ઉક્તિને સાર્થક કરતા કહ્યું કે, “ભાગીદારોની વ્યક્તિગત આવડત, પેઢીની તાકાત બને છે.” વાસ્તુ ઘી બ્રાન્ડના ભૂપતભાઈ સુખડીયાએ વિદ્યાર્થીભવનના નિર્માણમાં સહયોગનો સંકલ્પ કર્યો હતો. તેમણે યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, “નોકરી કરતી વખતે મહેનતાણું શું મળે છે તેના કરતાં શીખવા શું મળે છે તે વાતને પ્રાધાન્ય આપવું જોઈએ.