શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નવા એટલે કે અધ્યાપનના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થી બહેનોને આવકારવા માટે બીજા વર્ષની તાલીમાર્થી બહેનો દ્વારા કુમકુમ તિલક કરી અને ચોકલેટ ખવડાવી ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સુંદર બનાવવા માટે અધ્યાપન મંદિરના તમામ સ્ટાફ ગણ, આચાર્ય બાબુભાઈ ચાવડા, અધ્યાપક ડો. રવિભાઈ મહેતા, ભાવેશભાઈ કાકલોતર અને સ્ટાફગણ રેણુકા, અરુણાબેને તાલીમાર્થી બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામ સ્ટાફ ગણની જહેમતથી આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો હતો. તેમ રવિભાઈ જોષીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.