અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત(અમરેલી) સંચાલિત બી. એન. વિરાણી શ્
એ. બી. પાંચાણી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ધોરણ ૧૨ની પરીક્ષામાં શાનદાર દેખાવ કર્યોર્ં છે. શાળાની ૧૭ વિદ્યાર્થીનીઓએ ૯૯ કે તેથી વધુ પીઆર મેળવ્યા છે, જે શાળા માટે ગૌરવની વાત છે. જ્યાણી માનસી જી.એ ૯૯.૯૭ પીઆર મેળવ્યા છે. ઠુંમ્મર પલક આર.એ ૯૯.૯૫ પીઆર મેળવ્યા છે. અન્ય વિદ્યાર્થીનીઓમાં પ્રજાપતી રોહીની એ. (કોમર્સ ગુ.મી – ૯૯.૮૨ પીઆર), ચોવટીયા કૃપા એ. (કોમર્સ ગુ.મી. – ૯૯.૭૮ પીઆર), પાનવાર ક્રિના જી. (કોમર્સ ઈ.મી. – ૯૯.૭૨ પીઆર), રાખોલીયા તનીશા એ. અને દેવાણી રેન્સી ડી. (બંને કોમર્સ ગુ.મી – ૯૯.૬૯ પીઆર), રાવીયા વિયા એચ. (સાયન્સ ઈ.મી. – ૯૯.૬૧ પીઆર), વાઘેલા કશીસ એસ. (કોમર્સ ગુ.મી – ૯૯.૫૫ પીઆર), ભેસાણીયા આસ્થા એસ. (કોમર્સ ઈ.મી. – ૯૯.૫૨ પીઆર), વાસોયા રક્ષા વી. (કોમર્સ ગુ.મી – ૯૯.૪૩ પીઆર) અને રૂપાવટીયા મિતાલી જે. (કોમર્સ ઈ.મી. – ૯૯.૪૩ પીઆર)નો સમાવેશ થાય છે.   આ ઉપરાંત, ટાઢાણી માહી એ. (કોમર્સ ગુમી – ૯૯.૩૫ પીઆર), પાઘડાળ વૈષ્ણવી આર. (કોમર્સ ગુમી – ૯૯.૩૫ પીઆર), સાંગાણી ગીરા આર. (કોમર્સ ગુમી – ૯૯.૩૦ પીઆર), રાદડીયા પ્રિયાંસી એચ. (કોમર્સ ઈ.મી. – ૯૯.૨૦ પીઆર), અને ગીનોયા જાન્વી એ. (કોમર્સ ઈ.મી. – ૯૯.૦૪ પીઆર)એ પણ જ્વલંત સફળતા મેળવી છે.   ગજેરા સંકુલ પરિવારે ધોરણ ૧૨માં ૯૯ UP-PR પ્રાપ્ત કરવા બદલ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવ્યા છે.