અમરેલીમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સંચાલિત સેવા સંઘ દ્વારા સમસ્ત સમાજ માટે શરદપૂનમ નિમિત્તે રાસ-ગરબાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, પાંચ વર્ષના બાળકોથી લઈ અને ૩૦ વર્ષ સુધીના ભાઈઓ-બહેનો સહભાગી થયા હતા. સમાજના આગેવાનો અને વેપારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા યથાશક્તિ સહયોગ આપ્યો હતો. રાસ-ગરબામાં ભાગ લેનારાઓને સેવા સંઘ તરફથી ઇનામો આપવામાં આવેલા. જેમાં પ્રથમ ઇનામ લેડીઝ સાયકલ બીપીએમ સાયકલ સ્ટોર તરફથી અને જેન્ટ્‌સ સાઇકલ સેવા સંઘ તરફથી આપવામાં આવી હતી. આ સિવાય ઘણા બધા ઇનામો સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, આંબા ગામથી આપાગીગાની જગ્યાના મહંત ઘનશ્યામ બાપુ અને નાગદેવતા મંદિર રાજમહેલના મહંત પૂજ્ય હાર્દિક બાપુ તેમજ સેવા સંઘ પ્રમુખ સુરેશભાઈ સોલંકી અને સમાજના મુખ્ય અતિથિ તરીકે સમાજ પ્રમુખ ભરતભાઈ ટાંક તથા ઉપપ્રમુખ મનસુખભાઈ ચૌહાણ, ટ્રસ્ટી જયંતીભાઈ મનાણી, ટ્રસ્ટી હિરેનભાઈ સોલંકી, ટ્રસ્ટી મનુભાઈ ટાંક તેમજ સમાજ દ્વારા ચાલતા તમામ મંડળોના પ્રમુખો અને ટીમ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર વિપુલભાઈ અને સુનિલભાઇ ભગુભાઈ ગેડીયા હતા. સેવા સંઘના પ્રમુખ સુરેશભાઈ સોલંકી, કિશોરભાઈ આજુગિયાના આમંત્રણને માન આપીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ગજેરા, ડોક્ટર દેસાણી, એડવોકેટ દડુભાઇ ખાચર, મજબૂત સિંહ બસીયા, દિલીપભાઈ બામટા, ઉદયસિંહ રાજપુત, ભદ્રસિંહ રાજપુત, સંજયભાઈ પોપટ, સંકલ્પ ગ્રુપના પ્રમુખ સંદીપભાઈ ધાનાણી, પ્રકાશભાઈ લાખાણી, સંદીપભાઈ પંડ્‌યા અને સંસ્થાઓના આગેવાનોએ પણ હાજરી આપી હતી.