શ્રી આદ્યશક્તિ સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્સંગ દ્વારા પ્રાપ્ત થયેલ રકમથી સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. મંડળ દ્વારા ગૌમાતાને લીલો ઘાસચારો અર્પણ કરાયો તેમજ જરૂરિયાતમંદ બાળકો માટે બટૂકભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાપૂર્ણ કાર્ય દ્વારા બહેનોએ સેવા અને સમર્પણની ઉત્તમ ભાવના પ્રગટ કરી હતી. મંડળના સંચાલક ઉપાસનાબેન ગોસ્વામી અને હિનાબેન કાણકીયાએ જણાવ્યું કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય.