આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના સહ-યજમાન શ્રીલંકાએ તેમના ઘરઆંગણાના મેચોમાં ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને સુપર ૮ માં પોતાનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ ગ્રુપ સ્ટેજમાં ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ, તેમની ટીમ તૂટી ગઈ અને જીતના માર્ગે પાછી ફરી શકી નહીં. અંતે, શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ. હવે, ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાનું દુઃખ બહાર આવ્યું છે. તેણે પહેલા બોલરોને અને પછી બેટ્‌સમેનોને ઠપકો આપ્યો. તેણે નકારાત્મકતા વિશે પણ કડક નિવેદન આપ્યું.
કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે તેની ટીમની આસપાસ ખૂબ જ બાહ્ય નકારાત્મકતા હતી. આ વર્લ્ડ કપમાં પિચો બોલરો માટે ખૂબ જ અનુકૂળ હતી અને કેટલાક મુખ્ય ખેલાડીઓની ફિટનેસ યોગ્ય ન હતી, જેના કારણે તેઓ બહાર થઈ ગયા. શ્રીલંકા ન્યુઝીલેન્ડ સામે તેમના ઘરઆંગણે ૬૧ રનથી હારી ગયા બાદ સેમિફાઇનલની દોડમાંથી બહાર થનારી પહેલી ટીમ બની.
ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, શનાકાએ કહ્યું કે ક્્યારેક આપણે જે જાઈએ છીએ અને સાંભળીએ છીએ તે નકારાત્મક હોય છે. આપણે ક્રિકેટરો ગમે તેટલા સકારાત્મક રહેવાનો પ્રયાસ કરીએ, બહાર નકારાત્મકતા હોય છે. શ્રીલંકન ક્રિકેટ માટે આ એક મોટું નુકસાન છે. આ એકમાત્ર રમત છે જે આપણી પાસે છે, અને મને ખબર નથી કે આપણે તેને બચાવી શકીશું કે નહીં. જા તમે સ્ટેડિયમની બહાર જાશો, તો તમને દેખાશે કે કેટલા લોકો બહાર માઇક્રોફોન સાથે ઉભા છે, મેચ જાયા વિના પણ કંઈપણ બોલી રહ્યા છે.
ઝિમ્બાબ્વે, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે સતત હાર બાદ શ્રીલંકા હવે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. આ કારણે, શ્રીલંકાના કેપ્ટનને અપેક્ષા છે કે તેમની ટીમ ફરીથી ટીકાનો સામનો કરશે. શનાકાએ કહ્યું કે ટીમે જે નકારાત્મકતાનો સામનો કર્યો છે તે એટલી ગંભીર બની ગઈ છે કે કદાચ દેશની સરકારે ખેલાડીઓની ભાવિ પેઢીઓને બચાવવા માટે હસ્તક્ષેપ કરવો જાઈએ.
છેલ્લી બે મેચમાં શ્રીલંકાના બેટ્‌સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, તેઓ ઇંગ્લેન્ડ સામે માત્ર ૯૫ રનમાં ઓલઆઉટ થયા. ત્યારબાદ, શ્રીલંકા ન્યુઝીલેન્ડ સામે ફક્ત ૧૦૭ રન જ બનાવી શક્યું . બેટ્‌સમેન અંગે, શનાકાએ કહ્યું કે ટોચના ક્રમના બેટ્‌સમેનોએ જવાબદારી લેવી જાઈએ. આપણે ફક્ત એક કે બે બેટ્‌સમેન પર આધાર રાખી શકીએ નહીં. બધા બેટ્‌સમેનોએ સકારાત્મક પસંદગી કરવી જાઈએ. જા તમે સકારાત્મક ઇરાદા સાથે બહાર નીકળો છો, તો ઓછામાં ઓછું ડ્રેસિંગ રૂમમાં પાછા ફરતી વખતે તમને સંતોષની ભાવના તો મળે છે. ટી ૨૦ ક્રિકેટમાં, જા તમે જાખમ ન લો અને ઇરાદો ન બતાવો, તો કંઈ પ્રાપ્ત કરી શકાતું નથી.