તારીખ ૧૨ જુલાઈ ૨૦૨૫ને શનિવારના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ (ગુજરાતી-મિશ્ર-અંગ્રેજી માધ્યમ) તથા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સાહિત્ય અને કલા મહોત્સવ-૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-માધ્યમ અને વિષય-ભાષાને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સંગીત સ્પર્ધા (ગાયન-વાદન), સુલેખન સ્પર્ધા, સર્જનાત્મક કામગીરી, એકપાત્ર અભિનય, ક્વીઝ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.