વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા એક અનોખા અને હાઈ-પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. આ ઘટના વારસીયા વિસ્તારમાં સિંધુ પાર્ક સોસાયટીમાં બની હતી, જ્યાં નિકી મનવાની નામની મહિલાના ઘરે જુગારધામ ચાલી રહ્યું હતું.ચોક્કસ માહિતીના આધારે, વારસીયા પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, તેઓએ જુગાર રમતા આશરે ૧૫ મહિલાઓ અને છોકરીઓને રંગે હાથે ઝડપી પડ્યા હતા. પોલીસને એ જાણીને પણ આશ્ચર્ય થયું કે આમાંની મોટાભાગની મહિલાઓ શ્રીમંત પરિવારોમાંથી હતી.પોલીસે ઘટનાસ્થળેથી જુગારના સાધનો, ૧૩ મોબાઈલ ફોન અને કુલ ૧ લાખની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. પોલીસે ધરપકડ કરાયેલી તમામ મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ જુગારધામ કેટલા સમયથી કાર્યરત હતું તેની વધુ તપાસ કરી રહી છે.










































