શ્રીનગરમાં ગરમીના મોજાએ ફેબ્રુઆરીમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે શ્રીનગરમાં મહત્તમ તાપમાન ૨૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૨૦૧૬ પછી ફેબ્રુઆરીમાં આ સૌથી વધુ તાપમાન છે. અગાઉ, ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ ના રોજ ૨૦.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ગુલમર્ગમાં ૧૧.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ અગાઉનું મહત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ હતું. કાઝીગુંડમાં ૨૧.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ અગાઉનું મહત્તમ તાપમાન ૨૦.૭ ડિગ્રી સેલ્સિયસ હતું. કોકરનાગમાં મહત્તમ તાપમાન ૧૮.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ અહીં સૌથી વધુ નોંધાયું હતું.
શ્રીનગરમાં મહત્તમ તાપમાન ૨૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં ૯.૨ ડિગ્રી વધારે છે. લઘુત્તમ તાપમાન ૦.૭ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૦.૮ ડિગ્રી ઓછું છે. કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં મહત્તમ તાપમાન ૨૧.૦ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૧૦.૯ ડિગ્રી વધારે છે. લઘુત્તમ તાપમાન ૦.૪ ડિગ્રી સેÂલ્સયસ હતું, જે સામાન્ય કરતાં ૦.૧ ડિગ્રી ઓછું હતું.
પહેલગામમાં મહત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૯.૦ ડિગ્રી વધારે હતું. લઘુત્તમ તાપમાન માઈનસ ૨.૨ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૦.૫ ડિગ્રી વધારે હતું. ગુલમર્ગમાં મહત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૯.૬ ડિગ્રી વધારે હતું, જ્યારે લઘુત્તમ તાપમાન માઈનસ ૦.૫ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૫.૫ ડિગ્રી વધારે હતું. કુપવાડામાં મહત્તમ તાપમાન ૧૯.૮ ડિગ્રી સેલ્સિયસ, જમ્મુમાં ૨૬.૨ ડિગ્રી સેલ્સિયસ, બનિહાલમાં ૨૧.૮ ડિગ્રી સેલ્સિયસ, બટોટેમાં ૨૦.૨ ડિગ્રી સેલ્સિયસ, ભદરવાહમાં ૧૯.૦ ડિગ્રી સેલ્સિયસ અને કટરામાં ૨૪.૭ ડિગ્રી સેલ્સિયસ હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૨ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. ૨૫ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન હળવા વાદળછાયા રહેશે. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે. ૨૮મીની રાત સુધી કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થશે. ૧-૩ માર્ચે સામાન્ય રીતે વાદળછાયું રહેશે, કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા શક્્ય છે. ૪-૭ માર્ચે આંશિક રીતે વાદળછાયું રહેશે.