શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના શુભ દિવસે, વિઘનહર્તા ગણેશજીનું ધામધૂમપૂર્વક સ્વાગત કરીને સ્થાપન કરાયું હતું. સંસ્થાના સંચાલક દીપકભાઈ અને વિલાસબેન વઘાસિયાએ આરતી અને પૂજન સાથે ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ ઈકો-ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગણેશ વંદના અને વક્તવ્યો રજૂ કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.