બગસરા શહેરમાં આવેલા રત્નેશ્વર મહાદેવના મંદિરે આગામી શ્રાવણ મહિનાના સોમવારના રોજ મહાદેવના વિવિધ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. બગસરામાં પવિત્ર ગણાતી સાતલડી નદીના કિનારે આશરે ૨૦૦ વર્ષ જૂનું પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, ત્યાં શ્રાવણ માસ નિમિત્તે ભોળાનાથના વિવિધ શૃંગાર દર્શનોનું આયોજન કરવામાં આવેલ છે. શ્રાવણ મહિનાના તમામ સોમવારે ભોળાનાથને અલગ અલગ પ્રકારનો શણગાર કરવામાં આવશે. જેમાં પહેલા સોમવારે ચાંદીનો શણગાર, બીજા સોમવારે ૧૦૦૮ રુદ્રાક્ષથી શિવલિંગનો શણગાર, ત્રીજા સોમવારે “નગર મે જોગી આયા” થીમ પર શણગાર, ચોથા સોમવારે બરફના શિવલિંગના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભાદરવી અમાસના દિવસે શિવજીના શિવદર્શન પણ રાખ્યા છે. આ તમામ શૃંગાર દર્શન શ્રાવણ મહિનાના સોમવારે સાંજે ૫ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી રાખવામાં આવશે