શહેરમાં શ્રાવણ માસની શરૂઆત સાથે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કસોટી શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર જુગારધામો પર એકસાથે દરોડા પાડી, ક્રાઇમબ્રાંચે કુલ ૭૩ ઈસમોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન, વાહનો અને જુગાર રમવાના સાધનો મળીને કુલ રૂ. ૨૫,૦૧,૧૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ દરોડાઓ સલાબતપુરા, ઉમરવાડા અને લાલવાડી સહિત ચાર જુદી જુદી જગ્યાઓ પર યોજાયા હતા. જુગારધામોનો સંચાલન કરતી અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા અને ફીરોજ મીન્ડીસ સહિતના ૧૫ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે તેમાં રોકડ રકમઃ ૪,૨૨,૫૮૦/-,મોબાઈલ ફોન્સ (૯૦ નંગ) ૭,૫૮,૫૦૦/-,વાહનો (૮) ૧૩,૨૦,૦૦૦/-,જુગારના સાધનો (કોઈન્સ, ગંજીપાના, શેતરંજી, ચોપડા) કિંમત વગરનો મુદ્દામાલ પણ નોંધપાત્ર માત્રામાં મળી આવ્યો છે.
પોલીસ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું કે “શ્રાવણ માસમાં ધાર્મિક માહોલને બગાડતા તત્વો સામે સહનશીલતા નહીં રાખવામાં આવે. આવા અખાડાઓ સામે આગામી સમયમાં પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.”