અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રાથમિક સંવર્ગના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભીખાભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. ગુજરાત સંગઠનની મજબૂતાઈને ધ્યાનમાં રાખીને ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે. ભીખાભાઈ પટેલની રાષ્ટ્રીય કક્ષાએ વરણી થતા અમરેલી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો ભરતભાઈ મકવાણા, રામભાઈ કેશવાલા, મનીષભાઈ સિદ્ધપરા, વિજયભાઈ મકવાણા, યોગેશભાઈ પરમાર, ચિરાગભાઈ ત્રિવેદી, મનીષભાઈ અગ્રાવત, મહેન્દ્રભાઈ કાવઠીયા વગેરે આગેવાનોએ નિમણૂકને આવકારીને અભિનંદન આપેલ છે.