સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે, બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી, આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે, રાતે નવરાત્રી દરમ્યાન ઝઘડો થયા બાદ બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટના વતની અને હાલમાં સુરતના અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહેતા સુખલાલ કિશનભાઈ પીંપળે પરિવાર સાથે રહે છે.સુખલાલ પીંપળેએ એક ઘટનામાં પોતાના બે દીકરા ગુમાવ્યા છે. સુખલાલના પુત્ર રાહુલ ચઉ.૨૮ૃ અને પ્રવીણ ચઉ,૨૩ૃ ની કરપીણ હત્યા કરવામાં આવી હતી.ગત રાતે નવરાત્રી મહોત્સવમાં થયેલા ઝઘડાની રીસ રાખી ૩ થી ૪ ઈસમોએ બંને ભાઈઓને ચપ્પુના ઘા ઝીક્યા હતા.
ગંભીરરીતે ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે હોસ્પિટલના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. ઘટનાની ઉપલબ્ધ માહિતી અનુસાર રાતે નવરાત્રી દરમ્યાન વાહનો પાર્ક કરીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો.૩ થી ૪ ઈસમોએ વાહન હટાવવા બાબતે ઝઘડો કર્યો હતો જેમાં મારામારી થતા બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હોવાનું જણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ૩ લોકોની અટકાયત કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે.
મૃતક ભાઈઓના પિતા સુખલાલભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રીને લઈને અમારા મહોલ્લામાં ગરબા ચાલુ હતું જેથી ત્યાં આવવા જવાનો રસ્તો બંધ હતો તે દરમ્યાન ત્યાં ૩ થી ૪ વ્યક્તિઓ આવ્યા હતા અને ત્યાંથી જવાની જીદ પકડી હતી.સુખલાલના પુત્રોએ કહ્યું કે “અહી ગરબો ચાલુ છે હાલમાં અહીંથી જઈ શકાશે નહિ” જેથી તેઓ બોલાચાલી કરી નીકળી ગયા હતા. ઘટનાના અડધો કલાક બાદ તેઓ ફરીથી આવ્યા હતા અને રાહુલ અને પ્રવીણને છરીના ઘા ઝીકી હત્યા કરી નાંખી હતી.