અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજાર વધારા સાથે બંધ થયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને નિફ્ટી લગભગ એક ટકા વધ્યા. ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૬૩૯.૮૨ પોઈન્ટ અથવા ૦.૮૨ ટકા વધીને ૭૮,૨૦૫.૯૮ પર બંધ થયો. ૫૦ શેરો ધરાવતો એનએસઇ નિફ્ટી ૨૩૩.૫૫ પોઈન્ટ અથવા ૦.૯૭ ટકા વધીને ૨૪,૨૬૧.૬૦ પર બંધ થયો.
ટ્રમ્પે સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જા ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરશે, તો તેને અકલ્પનીય પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક તેલ પુરવઠાના આશરે ૨૦% ભાગનું સંચાલન કરે છે અને તેથી તેને ઊર્જા બજાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અગાઉ, તેલ બજારમાં ભારે વધઘટ જાવા મળી હતી. સોમવારે, ક્રૂડ ઓઈલના ભાવ લગભગ ૩૦% વધીને ૧૧૯ પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા હતા, પરંતુ બાદમાં ઝડપથી ઘટીને ૮૪ ની આસપાસ પહોંચી ગયા. મંગળવારે ટ્રેડિંગની શરૂઆતમાં, બ્રેન્ટ ક્રૂડ લગભગ ૧૦% ઘટીને ઇં૯૦ પ્રતિ બેરલથી નીચે આવી ગયું.










































