ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયું. બુધવારે, બીએસઇ સેન્સેક્સ ૨૮૭.૬૦ પોઈન્ટ (૦.૩૪ ટકા) ઘટીને ૮૩,૪૦૯.૬૯ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે,એનએસઇ નિફ્ટી ૫૦ પણ ૮૮.૪૦ પોઈન્ટ (૦.૩૫%) ઘટીને ૨૫,૪૫૩.૪૦ પોઈન્ટ પર બંધ થયો. આજે, મુખ્યત્વે બેંકિંગ અને નાણાકીય શેરોમાં ઘટાડો જાવા મળ્યો. તમને જણાવી દઈએ કે મંગળવારે સેન્સેક્સ ૯૦.૮૩ પોઈન્ટ (૦.૧૧%) ના વધારા સાથે ૮૩,૬૯૭.૨૯ પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૨૪.૭૫ પોઈન્ટ (૦.૧૦%) ના વધારા સાથે ૨૫,૫૪૧.૮૦ પોઈન્ટ પર બંધ થયો હતો.
સપ્તાહના ત્રીજા દિવસે, બુધવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ફક્ત ૧૪ શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે બાકીની બધી ૧૬ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા હતા. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી, ૨૨ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની ૨૮ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર સૌથી વધુ ૩.૭૨ ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે બજાજ ફિનસર્વના શેર આજે સૌથી વધુ ૨.૧૦ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
આ શેરમાં એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, આજે એશિયન પેઇન્ટ્સના શેર ૨.૧૫ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૦ ટકા, ટ્રેન્ટ ૧.૪૩ ટકા, મારુતિ સુઝુકી ૧.૩૮ ટકા, સન ફાર્મા ૦.૭૭ ટકા, ટાટા મોટર્સ ૦.૬૫ ટકા, ભારતી એરટેલ ૦.૫૩ ટકા, ટેક મહિન્દ્રા ૦.૪૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૩૮ ટકા,એનટીપીસી ૦.૩૦ ટકા, ટાઇટન ૦.૧૪ ટકા, એકસીસ બેંક ૦.૧૪ ટકા અને ઇન્ફોસિસના શેર ૦.૧૧ ટકાના વધારા સાથે બંધ થયા.એલએન્ડટી બજાજ ફાઇનાન્સ સહિત આ શેરોમાં ઘટાડો
બીજી તરફ, બુધવારે, લાર્સન એન્ડ ટુબ્રોના શેર ૧.૮૯ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૪૮ ટકા,એચડીએફસી બેંક ૧.૩૦ ટકા,બીઇએલ ૧.૨૩ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૯૪ ટકા, પાવરગ્રીડ ૦.૯૪ ટકા,એસબીઆઇ ૦.૮૬ ટકા, રિલાયન્સ ૦.૬૬ ટકા,આઇટીસી ૦.૫૫ ટકા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૬ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૨૮ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૨૭ ટકા,એચસીએલ ટેક ૦.૧૯ ટકા અને ટીસીએસના શેર ૦.૧૮ ટકા ઘટ્યા હતા.