શુક્રવારે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. શરૂઆતના સત્રમાં અસ્થીરતા બાદ, બજારમાં તીવ્ર ઘટાડો થયો. સવારે ૧૧ઃ૫૩ વાગ્યે, સેન્સેક્સ ૪૩૪.૮૧ પોઈન્ટ ઘટીને ૮૩,૭૪૬.૧૫ પર બંધ રહ્યો. તે જ સમયે એનએસઇ નિફ્ટી પણ ૧૩૧.૧ પોઈન્ટ ઘટીને ૨૫,૭૪૫.૭૫ પર બંધ રહ્યો. અગાઉ, સવારે ૯ઃ૪૬ વાગ્યે, સેન્સેક્સ ૫૨.૪૮ પોઈન્ટ ઘટીને ૮૪,૧૨૮.૪૮ પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ૨૧.૪૦ પોઈન્ટ ઘટીને ૨૫,૮૫૫.૪૫ પર બંધ રહ્યો હતો. આજે નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળા આપનારાઓમાં એટરનલ, ઓએનજીસી એશિયન પેઇન્ટ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એચસીએલ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. દરમિયાન, અદાણી એન્ટરપ્રાઇઝ,આઇસીઆઇસીઆઇ બેંક, અદાણી પોર્ટ્સ, એનટીપીસી અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ટોચના ઘટાડામાં હતા, જેમાં વેચાણનું દબાણ જાવા મળ્યું.
દરમિયાન, આજે ૩૦ શેરવાળા સેન્સેક્સમાં,આઇસીઆઇસીઆઇ બેંક, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા અને ટ્રેન્ટ સૌથી વધુ નુકસાનમાં હતા. બીજી તરફ, એટરનલ,એચસીએલ ટેક, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એશિયન પેઇન્ટ્સના શેરમાં મજબૂતી જોવા મળી અને સેન્સેક્સમાં મુખ્ય તેજી જોવા મળી.
બીએસઇના મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ૦.૫% થી ૧% સુધીનો ઘટાડો જોવા મળ્યો. ક્ષેત્રીય રીતે, રિયલ્ટી, પાવર, મીડિયા અને હેલ્થકેર શેરોમાં ૦.૫% થી ૧% ઘટાડો જોવા મળ્યો. જ્યારે ટેલિકોમ પીએસયુ બેંકો અને તેલ અને ગેસ ક્ષેત્રોમાં લગભગ ૦.૫% નો વધારો જોવા મળ્યો.
શુક્રવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો ૭ પૈસા ઘટીને ૮૯.૯૭ પર બંધ થયો. આ મુખ્યત્વે એફઆઇઆઇ ના સતત આઉટફ્લો, વૈશ્વીક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સ્થાનિક બજારોમાં નબળા રોકાણ ભાવનાને કારણે હતું. ફોરેક્સ માર્કેટના નિષ્ણાતોના મતે, યુએસ દ્વારા વધારાના ટેરિફના ભય વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વીટી બજારોમાં વેચાણ કર્યું હતું, જેના કારણે રૂપિયા પર વધુ દબાણ આવ્યું હતું.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ પર રૂપિયો ૮૮.૮૮ પર ખુલ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં નબળો પડીને ૮૯.૯૭ પર આવી ગયો, જે તેના પાછલા બંધ કરતા ૭ પૈસા નીચે છે. નોંધનીય છે કે ગુરુવારે પણ રૂપિયો ઘટ્યો હતો. વિદેશી મૂડીના સતત પ્રવાહ અને મજબૂત ડોલર વચ્ચે રૂપિયો ૩ પૈસા ઘટીને ૮૯.૯૦ પર બંધ થયો હતો.
ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએલપીના ટ્રેઝરી હેડ અને એક્ઝીક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું હતું કે ગુરુવારે રૂપિયાના બજારમાં નોંધપાત્ર અસ્થિરતાનો અનુભવ થયો હતો. તેમના મતે,આરબીઆઇએ ૮૯.૯૯ પર ડોલર વેચ્યા હતા, જેનાથી રૂપિયો ૮૯.૭૩ પર મજબૂત થયો હતો, પરંતુ એફપીઆઇએ પછીથી ડોલર ખરીદવાનું શરૂ કર્યું હતું. ભણસાલીએ વધુમાં સમજાવ્યું કે આરબીઆઇ હાલમાં ડોલરના વધારાને રોકવાનો પ્રયાસ કરી રહી છે, જેના પરિણામે નોંધપાત્ર ઓવરસોલ્ડ સ્થિતિ જોવા મળી છે. આના પરિણામે ડોલરની માંગ નીચા સ્તરે ચાલુ રહી શકે છે, કારણ કે આરબીઆઇ આગળ જઈને તેની સ્થિતિને સરભર કરવાનો પ્રયાસ કરી રહી છે.








































