કહેવાય છે કે પ્યારમાં બધું જ વ્યવહારિક હોય છે, પરંતુ કયાંક આપ એનો એ અર્થ તો નથી કાઢતાને કે આપનો ખાસ દોસ્ત આપની અંગત સંપત્તિ છે અને આપનો એના અંગત જીવન પર પૂરો હક છે. આ સવાલનો જવાબ આપવો કદાચ આપના માટે મુશ્કેલ હશે. પણ, એને આપ જાણી શકશો…. આ પરખના સાચા જવાબો આપીને…
પ્યારના કિસ્સામાં કેટલાક લોકો પોતાના ખાસ દોસ્ત માટે અતિશય પઝેસિવ થઇ જાય છે. એવે વખતે તેઓ તેના પર પૂર્ણતઃ વિશ્વાસ નથી કરતા કે સ્વયંને કોઇ હદ સુધી અસુરક્ષિત સમજે છે. ક્યાંય તમે તો એવા નથી ને…! જાણો અત્રે આપેલા સવાલોના સાવ સાચા જવાબ આપીને…!
(૧) આપનો ખાસ દોસ્ત છેલ્લી ઘડીએ ફોન કરીને પોતાની તબિયત ખરાબ થવા વિશે જણાવે છે અને એ કહે છે કે, તે ઘરેથી બહાર જવા નથી ઇચ્છતો… એવે વખતે આપની તત્કાલ પ્રતિક્રિયા હોય છે – (એ) તમે તેના ઘેર જઇને જુઓ છો કે તે સાચું બોલી રહ્યો છે કે નહીં અને પછી દર કલાકે ફોન કરીને તેની ખબર જાણવાની ચેષ્ટા કરો છો. (બી) તે જલ્દી સારો થઇ જાય, એ પ્રાર્થના કરો છો અને કાલે મળવાનો વાયદો કરીને તેની ખબર પૂછો છો. (સી) થોડી – ઘણી સહાનુભૂતિ દર્શાવીને તમે તમારા કામોમાં વ્યસ્ત બની જાવ છો.
(ર) તે જ્યારે પોતાના ફ્રેન્ડ્‌સ સાથે હોય છે, તો (એ) આપને ચિંતા થાય છે કે, તે કદાચ તમને દગો કરી રહ્યો છે. (બી) આપ પણ આપની ફ્રેન્ડ્‌સ સાથે ચાલ્યા જાવ છો. (સી) ચુપચાપ રીતે તેની ગતિવિધિઓ પર ધ્યાન રાખો છો.
(૩) પાર્ટીમાં આપ અને એ – (એ) સાથે જ રહો, એ વાતનો તમે પૂરો ખ્યાલ રાખો છો. (બી) મોટાભાગનો સમય તમે સાથે રહો છો પણ, પોત-પોતાના ફ્રેન્ડ્‌સ સાથે પણ મઝા માણો છો. (સી) પોત-પોતાની રીતે વ્યસ્ત રહો છો, પણ પરત આવવા માટે પાર્ટીમાંથી એક સાથે જ નીકળો છો.
(૪) એ આપની સાથે કયારેય જૂઠ્ઠું નથી બોલતો – (એ) આ વાત સાચી છે. (બી) આ સાચું નથી. (સી) હું કશું ન કહી શકું.
(પ) આપે બે-ત્રણ વાર આપના ખાસ દોસ્ત વિશે બધું જ જાણવાને કોશિષ કરી છે – (એ) આ સાચું છે. (બી) કયારેય નહીં. (સી) કયારેક, શક હોય ત્યારે.
(૬) આપને એવું લાગે છે કે, એણે આપને કેટલીયવાર દગો આપ્યો છે, પણ તમે એ વાત સાબિત નથી કરી શક્યા – (એ) આ સાચું છે. (બી) ના, એવું નથી. (સી) ખબર નહીં.
(૭) સાચા પ્યારમાં પ્રેમી બધુ જ સાથો-સાથ કરે છે (એ) હા. (બી) ના. (સી) ખબર નહીં.
(૮) તમે બંને જ્યારે સાથે ફરવા જાઓ છો, એ વખતે મોટાભાગના નિર્ણય તમે જ લો છો, કે શું – શું કરવાનું છે – (એ) હા. (બી) બંને જણ હળી – મળીને નિર્ણય લો છો. (સી) ના.
(૯) આપ બંનેની વચ્ચે જા કોઇ વાત બાબતે અસહમતિ હોય તો, આપની જ વાત મનાય છે. – (એ) હા. (બી) ના. (સી) કયારેક- કયારેક જ
(૧૦) એને ફરિયાદ રહે છે કે, આપ તેની પર ભરોસો નથી કરતા. (એ) હા. (બી) ના. (સી) ખબર નહીં.
(૧૧) આપ એની સાથે, એ વાતને લઇને ઘણીવાર ઝઘડો કરો છો કે, તે હંમેશા આપની સાથે નથી રહેતો, મોટાભાગે પોતાના ફ્રેન્ડ્‌સ સાથે રહે છે – (એ) હા. (બી) ના. (સી) ખબર નહીં.
(૧ર) આપની સાથે દોસ્તી થયા પછીથી, શું આપના ખાસ દોસ્તે આપના કહેવાથી પોતાનામાં કંઇક બદલાવ કર્યો છે? જેમ કે પોતાની કોઇ કુટેવ – આદત છોડી હોય કે ફ્રેન્ડ્‌સ બદલ્યા હોય કે પછી પોતાના વ†ોની સ્ટાઇલ બદલી હોય – (એ) હા. (બી) ના. (સી) બરાબર ખબર નથી.
(૧૩) એ આપના ફ્રેન્ડ્‌સ સાથે જાય છે, પણ તમે તેના ફ્રેન્ડ્‌સની સાથે બહુ જ ઓછા કયાંય જાવ છો. (એ) હા. (બી) ના. (સી) જાઉં છું! કોઇ ખાસ પ્રસંગ હોય તો જ.
(૧૪) આપ એને આપના પ્રત્યે તેની ભાવનાઓને વ્યક્ત કરવા માટે વારંવાર જાર આપો છો. – (એ) હા. (બી) ના. (સી) ખબર નહીં.
(૧પ) આપ તેને કોઇ અન્ય યુવતી સાથે વાતચીત કરતો નથી જોઇ શકતા. – (એ) આ સાચું છે. (બી) આ સાચું નથી. (સી) ખબર નહીં.
સ્કોર અને રિઝલ્ટ
જા આપના મોટાભાગના જવાબ હોય – એ ઃ નિઃસંદેહ આપ બહુ જ પઝેસિવ છો. આપનો શકી સ્વભાવ સંબંધ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જા તમે તમારા ખાસ ફ્રેન્ડને દિલથી ચાહતા હો. sanjogpurti@gmail.com