જાફરાબાદના શીયાળબેટ ગામે લગ્નમાં નાચતી વખતે ધક્કો લાગતાં ઉશ્કેરાઈને ઢીકાપાટુનો મુંઢમાર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે મગનભાઈ મેઘાભાઈ શીયાળ (ઉ.વ.૨૮)એ ધનાભાઈ ભગાભાઈ શીયાળ, ગોપાલ ધનાભાઈ શીયાળ, રાજેશ ધનભાઈ શીયાળ, ગોવિંદ ધનાભાઈ શીયાળ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના લગ્નની જાન રસ્તા પર નીકળી હતી અને નાચતા નાચતા એકબીજાને ધક્કો લાગ્યો હતો. જેથી ધનાભાઈ ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા હતા. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.