આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ફય્ઇઝ્ર) સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે મહ¥વપૂર્ણ મંચ સાબિત થશે. વડાપ્રધાનશ્રી દ્વારા ખુલ્લી મુકાનારી અને રાજકોટમાં પ્રથમવાર યોજાનારી આ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની હાજરીથી સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે.આ પરિપ્રેક્ષ્યમાં, અમરેલી જિલ્લાની શીતલ કુલ પ્રોડક્ટસની સફર ‘લોકલ ટુ ગ્લોબલ’ વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણ છે. એક નાની પાનની દુકાનથી શરૂ થયેલો આ વ્યવસાય આજે ભારતના ૧૦+ રાજ્યો અને વિશ્વના ૧૫+ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહી છે. કંપની અમરેલીમાંથી દૂધ, સ્નેક્સ, રેડી ટુ ઇટ, અને રેડી ટુ કુક સહિત ૯૦૦થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી વ્યાપક રોજગારીનું સર્જન કરે છે. સ્થાનિક સ્તરે ૧,૦૦૦થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી રહી છે. મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઈ ભૂવાના જણાવ્યા મુજબ, કંપનીએ ‘લોકલ ટુ ગ્લોબલ’ વિચારધારાને વ્યવહારમાં ઉતારી છે અને અમેરિકા, જાપાન, કોંગો સહિત ૧૫+ દેશોમાં પ્રોડક્ટ્સની નિકાસ થઈ રહી છે. કંપની ટૂંક સમયમાં અમરેલીમાં રેડી ટુ ઇટનું નવું યુનિટ શરૂ કરશે, જેનાથી વધુ ૧૦૦ લોકોને રોજગારી મળશે.શીતલ કુલ પ્રોડક્ટસમાં મહિલા કર્મચારીઓની મોટી સંખ્યામાં નિમણૂક થતા સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણને પણ વેગ મળ્યો છે.







































