પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિ-આરાધના ઉત્તમ ગણવામાં આવે છે ત્યારે મંગળવાર
તા.ર૯/૦૭/ર૦રપના રોજ શીતલ આઈસ્ક્રીમ ભુવા પરિવાર દ્વારા શ્રી નાગનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ તેમજ આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે દકુભાઈ ભુવા, દિનેશભાઈ ભુવા, ભુપતભાઈ ભુવા, સંજયભાઈ ભુવા સહિત સહપરિવાર દ્વારા નાગનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુવા પરિવાર દ્વારા આયોજીત ધ્વજારોહણમાં તેમજ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.