પાત્રા ચાલ જમીન કૌભાંડમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી વધી રહી છે. હવે વિશેષ અદાલતે સંજય રાઉતની કસ્ટડી ૮ ઓગસ્ટ સુધી લંબાવી છે. વાસ્તવમાં સંજય રાઉતની કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. આ પહેલા ઈડ્ઢએ તેમને પીએમએલએ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા, જે બાદ તેમની કસ્ટડી ૮ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી. ઈડ્ઢની કસ્ટડી વધારવા પર સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, સંજય રાઉત બાલાસાહેબ ઠાકરેના સાચા શિવસૈનિક છે, તેઓ ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે. ભાજપ તેમનાથી ડરે છે.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી એવા ૬૦ વર્ષીય સંજય રાઉતની ગયા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યારબાદ મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને ૪ ઓગસ્ટ સુધી ઈડ્ઢ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આજે કસ્ટડી પૂરી થતાં સંજય રાઉતને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ કોર્ટમાં આરોપ લગાવ્યો કે, સંજય રાઉત તપાસમાં સહયોગ કરતાં નથી. ઈડીએ આજે ફરી એકવાર ૧૦ ઓગસ્ટ સુધી કસ્ટડી વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેમની કસ્ટડી ૮ ઓગસ્ટ સુધી લંબાવી.
મુંબઈના પત્રચાલ કૌભાંડમા ધરપકડ બાદ હવે તેમની પત્ની વર્ષા રાઉતને પણ નોટિસ મોકલવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો ઈડી બંનેને સામસામે બેસીને પૂછપરછ કરી શકે છે.આ પહેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે સંજય રાઉતને પૂછ્યું હતું કે, શું તમને કોઈ સમસ્યા છે? રાઉતે કહ્યું- જ્યાં કસ્ટડીમાં રાખવામાં આવે છે ત્યાં વેન્ટિલેશન નથી. તેણે પંખો માંગ્યો. ઈડીએ કોર્ટમાં કહ્યું કે અમે તેમને એસીમાં રાખ્યા છે, સંજય રાઉત ખોટું બોલી રહ્યા છે.
ઈડીએ વેન્ટિલેશન સાથેનો રૂમ આપવાની વાત કરી અને કહ્યું કે તેમના અને પરિવારના ખાતામાં કરોડ ૬ લાખ કેવી રીતે આવ્યા અને વિદેશ પ્રવાસ પર કેટલો ખર્ચ થયો. દરોડામાં અમને કેટલાક કાગળો મળ્યા છે, જે દર્શાવે છે કે પ્રવીણ દ્વારા રાઉતને દર મહિને ચોક્કસ રકમ આપવામાં આવતી હતી. રાઉતના વકીલે કહ્યું- વર્ષા રાઉતના અલીબાગ પ્લોટ અંગેના તમામ કાગળો ઈડીને આપી દેવામાં આવ્યા છે. સ્વપ્ના પાટકરના વકીલે કહ્યું કે સ્વપ્ના પાટકરને સંજય દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. ન્યાયાધીશે કહ્યું કે જ્યારે સંજય રાઉતની ધરપકડ કરવામાં આવે છે, ત્યારે કોણ ધમકી આપી રહ્યું છે.
પાત્રા ચાલ કૌભાંડની તપાસ કરી રહેલી ઈડીએ કોર્ટને જણાવ્યું કે સંજય રાઉતે ૧૦ પ્લોટ ખરીદવા માટે ૩ કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. સંજય રાઉતને આ રોકડ પ્રવીણ રાઉત પાસેથી મળી હતી. પ્રવીણ સંજય રાઉત માટે ‘ફ્રન્ટમેન’ જેવા હતા. તે સંજય રાઉતને દર મહિને લાખો રૂપિયા રોકડા પણ મોકલતો હતો. ૩ કરોડના આ નવા ખુલાસાના આધારે ઈડીએ જામીનનો વિરોધ કર્યો હતો. જજે જામીન અરજી રદ કરતાં કસ્ટડી સોમવાર સુધી લંબાવી હતી. ધાર, સૂત્રોએ જણાવ્યું કે રવિવારે સંજય રાઉતના ઘરની તલાશી દરમિયાન ઈડીને સાડા ૧૧ લાખ રૂપિયા રોકડા મળ્યા છે. રાઉત કે તેના પરિવારના સભ્યો આ રકમનો સ્ત્રોત જાહેર કરી શક્યા નથી. ઈડીએ તેની તપાસમાં આ રિકવરી નોંધી છે. પાત્રા ચાવલ કૌભાંડ રૂ. ૧,૦૪૩ કરોડનું છે. રાઉત આ કેસમાં આરોપી છે.
આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલ સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. આમાં લગભગ ૧,૦૩૪ કરોડના કૌભાંડનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની ૯ કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની ૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ પ્લોટ પર ૩,૦૦૦ ફ્લેટ બાંધવાનું કામ મળ્યું હતું. તેમાંથી ૬૭૨ ફ્લેટ અહીં પહેલાથી રહેતા રહેવાસીઓને આપવાના હતા. બાકીનો ભાગ મ્હાડા અને ઉક્ત કંપનીને આપવાનો હતો, પરંતુ વર્ષ ૨૦૧૧માં આ વિશાળ પ્લોટના ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા.
૨૦૨૦માં મહારાષ્ટ્રમાં સામે આવેલા પીએમસી બેંક કૌભાંડની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે પ્રવીણ રાઉતની કન્સ્ટ્રક્શન કંપનીનું નામ સામે આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે બિલ્ડરની પત્નીના બેંક ખાતામાંથી સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને ૫૫ લાખ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આરોપ છે કે આ પૈસાથી સંજય રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો.