ગુજરાત રાજ્યમા લગભગ દરેક વિભાગમા સિનિયર અધિકારીઓને અન્યાયોનો સિલસિલો ચાલુ છે, જેમા ટેક્નિક્લ શિક્ષણ વિભાગ કાયમ ટોચ પર રહે છે. ખાસ કરીને, પોલીટેકનીકોના ઈંચાર્જ આચાર્યો વર્ગ-૧, જેઓને શિક્ષણ વિભાગ દ્વારાજ ૧૨-૧૨ વરસથી આચાર્યની ખાલી જગ્યાનો ચાર્જ તો આપેલ હોય બધુજ વૈતરુ કરે, પરંતુ જ્યારે તેઓને પ્રમોશન આપી રેગ્યુલર પ્રિંસીપાલ તરીકે આશરે ૨૫ કોલેજો ખાતે નિમણુક આપવાની હોય, ત્યારે અચાનક માત્ર ૩ વરસનો વર્ગ-૧ ધરાવતા અમુક ખાસ ૨-૫ પીએચડી ખાતાના વડાઓને એ.આઈ.સી.ટી.ઈ ના ૭મા પંચના ફરજિયાત નિયમોને પણ તાક પર મુકીને પણ રેગ્યુલર પ્રિંસીપાલ બનાવવા તેમજ ઈંચાર્જ આચાર્યોને સાઈડલાઈન કરવાનો તખ્તો બીજી વખત ટેક્નિક્લ શિક્ષણ વિભાગની લાલીયાવાડીમા ઘડાઈ ગયો તેવુ આધારભુત સુત્રોથી જાણવા મળેલ છે. અહિ આશ્ચર્ય એ વાતનુ છે કે, ખુબ જ મોટા તજજ્ઞ હોવાનો દાવો હોય એવા પ્ર્રીંન્સીપાલ સેક્રેટરીને પણ એ.આઈ.સી.ટી.ઈ કાઉન્સીલ ના નિયમોની જાણ ન હોય તેમ માનવુ ખુબ જ અઘરુ છે, તેવો ગણગણાટ સભળાય છે.
રાજ્યની જુદી જુદી 31 પોલીટેકનીકોમા હાલ માત્ર ૬ જગ્યાઓ પર રેગ્યુલર આચાર્યની નિમણુક શિક્ષણ વિભાગ દ્વારા વર્શ ૨૦૧૫ દરમિયાન પી.એચ.ડીની પદવી ધરાવતા રેગ્યુલર એચ.ઓ.ડી (ખાતાના વડા વર્ગ-૧) ને પ્રમોશન આપાયાં હતાં.  ઓલ ઈંડીયા કાઉંન્સીલ ફોર ટેક્નીક્લ એજ્યુકેશન (એ.આઈ.સી.ટી.ઈ), નવી દીલ્હીના વરસ ૨૦૧૬ના ૭મા પગાર પંચના નોટીફીકેશન મુજબ, રેગ્યુલર એચ.ઓ.ડી જે માસ્ટર ઓફ એંજીનીયરીંગની પદવી ધરાવતા હોય તેમજ 20 વર્ષનો કુલ અનુભવ રેગ્યુલર આચાર્યની નિમણુક માટે નિર્ધારિત કરેલ છે. હાલ ટેકનિક્લ એજ્યુકેશન વિભાગમા વિવિધ પોલીટેક્નીક કોલેજો ખાતે ૧૩૦ જેટ્લા રેગ્યુલ્રર નિમણુક પામેલા ખાતાના વડા વર્ગ-૧ ફરજ બજાવે છે, જેમાના  ૫૦થી પણ વધુ ખાતાના તો ૨૦૧૦થી એટલે કે ૧૨ વરસથી ખાતાના વડાનો વર્ગ-૧ રેગયુલર અનુભવ (વધુમા શિક્ષણ વિભાગના આદેશથી ઈન્ચાર્જ આચાર્યનો ૧૨ વરસથી વધારાનો હવાલો). એમ કુલ ૨૫ વર્ષથી વધારે અનુભવ રેગ્યુલર આચાર્યની નિમણુક માટે ધરાવે જ છે. આ ઉપરાંત, હાલ તેઓ લગભગ ૧૨ વરસથી વધુ સમયથી ઈનચાર્જ આચાર્ય તરીકે તો કામગીરી કરે જ છે.
આધારભુત સુત્રોના જ્ણાવ્યા મુજ્બ, ૨૫ વર્ષથી વધુની આ અનુભવની ખાણો જે શિક્ષણ વિભાગે તૈયાર કરી, અને એ.આઈ.સી.ટી.ઈ કાઉંસીલના નિયમો મુજ્બ આટ્લો ઉચ્ચ અનુભવી હોવા છતાં, શિક્ષણ વિભાગના આદેશથી જ ૧૨ વરસથી વધુ સમયથી ઈનચાર્જ આચાર્ય તરીકે રેગ્યુલ્રર આચાર્યની બધી જ કામગીરી કરેલ હોવા છતા (લગભગ ૨૫ કોલેજોમા રેગ્યુલર એચ.ઓ.ડી જ ઈન્ચાર્જ આચાર્ય ની વધારાની ફરજ બજાવે છે) તેમજ નિયમ મુજબ નિયમિત આચાર્ય માટેની લાયક હોવા છતા, રેગ્યુલર આચાર્યના પ્રમોશન માટે શિક્શણ વિભાગ નો વર્ગ-૧ નો મીનીમમ ૫ વરસના નિયમને સાઈડ પર મુકી, ૨૦૧૬ પહેલાના જુના નિયમ મુજબ પી.એચ.ડી ની પદવી હોય માત્ર તેવા ૫-૭ એચ.ઓ.ડીઓ ને આચાર્યની રેગ્યુલર નિમણુક આપી, ૧૨ વરસથી વધુ વર્ગ-૧ નો અનુભવ ધરાવતા તજજ્ઞને બીજી વખત અન્યાય (૨૦૧૫ મા એ.આઈ.સી.ટી.ઈ કાઉંસીલના  નિયમોનો હવાલો બતાવી) કરવા હેતુ ખાનગી કામગીરી પુરજોશથી ચાલતી હોવાનુ જાણવા મળેલ છે.
અહિ જાણવા જેવુ છે કે, એ.આઈ.સી.ટી.ઈ કાઉન્સીલના બધા જ નિયમો પાળવા જરૂરી હોવા છતાં પણ ચોક્ક્સ અધિકારીઓને ફાયદો અને અનુભવીઓ પ્રોફેસરોનુ તેમ જ શિક્ષણનું થાય તેવુ પ્રથમ નજરે દેખાય છે.  વધુમા આશ્ચર્યની વાત એ છે કે, ૫ વરસનો સમય વીતી જવા છતાંય, શિક્ષણ વિભાગને એમ.ઈ. ની ડીગ્રી જે એ.આઈ.સી.ટી.ઈ.નું જ નોટીફીકેશન હોવા છતાંય કેમ સમાવવામાં નથી આવી. આ અંગે માતા ડોક્યુમેન્ટ્સ બીજી ઘણી પ્રકારની લાલીયાવાડી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ચાલતી હોવાના સંકેતો આપી જાય છે.